શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વેલેન્ટાઇન ડે પર જ્હાન્વી કપૂરે કયા હીરોની પૉસ્ટ પર 'દિલ'ની ઇમૉજી મુકી તો ઉડી ગઇ અફેરની વાતો, જાણો વિગતે
ન્યૂ એજ સ્ટાર કાર્તિક આર્યન અને જહાન્વી કપૂરના અફરેની અફવા છેલ્લા કેટલાય સમયથી ગરમ છે. આ બધાની વચ્ચે કાર્તિક આર્યને વેલેન્ટાઇન ડે પર એક સુંદર પૉસ્ટ લખી છે. જેના પર એક્ટ્રેસ જહાન્વી કપૂરે હાર્ટ રિએક્ટ કર્યુ છે. આની સાથે જ બન્નેના અફેરની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ ગઇ છે
![વેલેન્ટાઇન ડે પર જ્હાન્વી કપૂરે કયા હીરોની પૉસ્ટ પર 'દિલ'ની ઇમૉજી મુકી તો ઉડી ગઇ અફેરની વાતો, જાણો વિગતે valentine day: Actress janhvi kapoor took heart emoticon on kartik aaryan post વેલેન્ટાઇન ડે પર જ્હાન્વી કપૂરે કયા હીરોની પૉસ્ટ પર 'દિલ'ની ઇમૉજી મુકી તો ઉડી ગઇ અફેરની વાતો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/15104922/Janhvi-03.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
(પ્રતિકાત્મક તસવીર)
મુંબઇઃ દિવગંત એક્ટ્રેસ શ્રીદેવીની મોટી દીકરી જ્હાન્વી કપૂરની ફરી એકવાર લવ સ્ટૉરીની ચર્ચાઓ સોશ્યલ મીડિયા પર ગરમ થઇ ગઇ છે. ન્યૂ એજ સ્ટાર કાર્તિક આર્યન અને જહાન્વી કપૂરના અફરેની અફવા છેલ્લા કેટલાય સમયથી ગરમ છે. આ બધાની વચ્ચે કાર્તિક આર્યને વેલેન્ટાઇન ડે પર એક સુંદર પૉસ્ટ લખી છે. જેના પર એક્ટ્રેસ જહાન્વી કપૂરે હાર્ટ રિએક્ટ કર્યુ છે. આની સાથે જ બન્નેના અફેરની ચર્ચા ફરી એકવાર શરૂ થઇ ગઇ છે.
થોડાક દિવસો પહેલા જ કાર્તિક આર્યન અને જહાન્વી કપૂર ગોવામાં બાઇક પર ફરતા જોવા મળ્યા હતા. જોકે આને લઇને કહેવાતુ હતુ કે બન્ને પોતાની અપકમિંગ ફિલ્મ દોસ્તાના 2ના શૂટિંગના સિલસિલામાં ગોવામાં છે. એટલુ જ નહીં બન્ને વચ્ચે અનબનના સમાચારો પણ ઉડ્યા હતા, કેમકે બન્નેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા હતા.
ખાસ વાત છે કે કાર્તિક આર્યનનુ નામ આ પહેલા જહાન્વી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ સારા અલી ખાન અને અનન્યા પાડે સાથે પણ જોડાઇ ચૂક્યુ છે.
કાર્તિક આર્યને વેલેન્ટાઇન ડે પર ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ કરી. તેમાં તે એક ચોકલેટની સાથે દેખાઇ રહ્યો છે. આ પૉસ્ટ પર જહાન્વી કપૂરે હાર્ટ ઇમૉટિકૉનથી રિએક્ટ કર્યુ છે.
આની સાથે સોશ્યલ મીડિયા પર બન્નેના રૉમાન્સ અને લવ સ્ટૉરીની વાતો ચર્ચાવા લાગી છે, કેટલાક લોકો તો આને ક્યૂટ કપલના રૉમાન્સની શરૂઆત ગણાવી રહ્યાં છે.
![વેલેન્ટાઇન ડે પર જ્હાન્વી કપૂરે કયા હીરોની પૉસ્ટ પર 'દિલ'ની ઇમૉજી મુકી તો ઉડી ગઇ અફેરની વાતો, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/15161911/Kartik-Aryan-01-300x225.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion