Vinod Bhanushali: વિનોદ ભાનુશાળી અને બોલિવૂડના કેટલાક અન્ય પ્રોડ્યુસર્સના સ્થળો પર આઇટીના દરોડા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવાર (19 એપ્રિલ) સવારથી જ પ્રોડ્યુસર્સના સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે

IT Raids On T-Series Producer Vinod Bhanushali: ટી-સીરિઝ સાથે જોડાયેલા પ્રોડ્યુસર વિનોદ ભાનુશાલી અને બોલિવૂડના અન્ય કેટલાક પ્રોડ્યુસર્સના સ્થળો પર આઇટીએ દરોડા પાડ્યા હતા. તેમના પર ટેક્સ ચોરીના આરોપો છે. પ્રોડક્શન હાઉસ પેનના જયંતિલાલ ગડાના સ્થળો પર પણ આવકવેરાએ દરોડા પાડ્યા હતા. તેમના પર પણ ટેક્સ ચોરીનો આરોપ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુધવાર (19 એપ્રિલ) સવારથી જ પ્રોડ્યુસર્સના સ્થળો પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આવકવેરામાં ગેરરીતિની આશંકાને લઈને વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. વિનોદ ભાનુશાળીની કંપની અગાઉ દેશની ટોચની સંગીત અને નિર્માણ કંપનીઓમાંની એક સાથે સંકળાયેલી હતી. જોકે થોડા સમય પહેલા તેમણે પોતાનું પ્રોડક્શન હાઉસ લોન્ચ કર્યું હતું.
Mumbai | Income Tax raids underway at the office of producer Vinod Bhanushali and some other production houses of Bollywood since today morning, over allegations of tax evasion. Raids underway at the premises of Jayantilal Gada too: Income Tax
— ANI (@ANI) April 19, 2023
વિનોદ ભાનુશાળી આ મોટી ફિલ્મોના સહ-નિર્માતા રહ્યા છે
વિનોદ ભાનુશાળી 'કબીર સિંહ', 'સાહો', 'બાટલા હાઉસ', 'થપ્પડ' અને 'તાનાજી ધ અનસંગ વોરિયર' જેવી ઘણી મોટી ફિલ્મોના સહ-નિર્માતા રહી ચૂક્યા છે.
આ સિવાય આવકવેરા વિભાગે પેન સ્ટુડિયોના પ્રમોટર જયંતિલાલ ગડાની ઓફિસ સહિત તેમના ઘર પર દરોડા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જયંતિલાલના સ્થળો પર આવકવેરા વિભાગની કાર્યવાહી હજુ પણ ચાલુ છે તેમજ વધુ ત્રણ પ્રોડક્શન હાઉસ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે
Priyanka Chopra : પ્રિયંકાએ ફરી એકવાર મચાવી સનસની, અનેક સ્ટાર્સને હડફેટે લેતા કહ્યુ કે...
Priyanka Chopra New Controversy: અભિનેત્રી પ્રિયંકા ચોપરા ખૂબ જ નાની ઉંમરમાં ગ્લેમરસ દુનિયાનો ભાગ બની ગઈ હતી. વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ બોલિવૂડમાં પગ મૂક્યો, ત્યારબાદ ઘણી સુપરહિટ ફિલ્મો કર્યા બાદ પ્રિયંકા ચોપરા હોલીવુડ તરફ વળી હતી. આજની તારીખમાં ગ્લોબલ સ્ટાર બની ગયેલી પ્રિયંકા ચોપરાએ ફરી એકવાર સનસનાટીપૂર્ણ નિવેદન આપ્યું છે, જેને લઈને બોલિવૂડમાં હલચલ મચી ગઈ છે!
તાજેતરમાં જ પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેના જીવનમાં કેટલાક એવા લોકો આવ્યા છે જેઓ તેમની સફળતાને કારણે અસુરક્ષા અનુંભવતા હતા. જાહેર છે કે, આ અગાઉ પણ પ્રિયંકાએ બોલિવુડમાં તેની હેરાન કરવામાં આવતી હોવાની અને ખાર રાખીને કોઈ કામ ના આપતું હોવાથી આખરે હોલિવુડની વાટ પકડી હોવાનો ખુલાસો કરીને ચકચાર મચાવી હતી
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
