શોધખોળ કરો
Advertisement
રામાયણની 'સીતા' દીપિકા ચિખલિયાએ PM મોદી બાદ હવે આ રાજનેતા સાથેની તસવીર કરી શેર, રાજકારણમાં પણ મળી હતી સફળતા
રામાયણમાં સીતાનો રોલ કરનારી દીપિકા ચિખલિયા હાલ ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર જૂની તસવીરો શેર કરી છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીના કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન દૂરદર્શન પરથી રામાનંદ સાગરની લોકપ્રિય સીરિયલ રામાયણનું ફરીથી પ્રસારણ થઈ રહ્યું છે. રામાયણમાં સીતાનો રોલ કરનારી દીપિકા ચિખલિયા હાલ ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર જૂની તસવીરો શેર કરી છે.
દીપિકાએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયી સાથે જૂની તસવીર શેર કરી છે. ફોટો શેર કરીને દીપિકાએ લખ્યું- જૂની યાદો. આ મહાન વ્યક્તિને મળવાનો સોનેરી મોકો હતો. વાયરલ થઈ રહેલા ફોટામાં અટલ બિહારી વાજપેયી હસતા નજરે પડી રહ્યા છે. જ્યારે દીપિકા પણ તેની સાથે ખુશ જોવા મળી રહી છે. વાજપેયી સાથેની દીપિકાની આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે.
થોડા દિવસો પહેલા તેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાલ કૃષ્ણ અડવાણીનો ફોટો શેર કર્યો હતો. ફોટો શેર કરીને લખ્યું, એક જૂનો ફોટો. જ્યારે હું વડોદરાથી ચૂંટણી લડી હતી તે સમયે મારી સાથે જમણી બાજુ પીએમ મોદી બેઠા છે. જે પછી લાલકૃષ્ણ અડવાણી, બાદમાં હું અને મારી પછી ચૂંટણી ઈન્ચાર્જ નલિન ભટ્ટ.
રામાયણમાં સીતાનો રોલ કર્યા બાદ દીપિકા ઘણી જાણીતી થઈ ગઈ હતી. આ કારણે જ્યારે તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો તો ત્યાં પણ સફળતા મળી હતી. દીપિકા 1991માં બીજેપીની ટિકિટ પરથી ગુજરાતના વડોદરાથી લોકસભા ચૂંટણી લડી હતી અને તેમાં જીત મેળવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion