શોધખોળ કરો
Advertisement
દીપિકા પાદુકોણે માતા બનવાની વાત પર તોડ્યું મૌન, કહ્યું- લગ્ન થાય એટલે બાળકો......
દીપિકાએ કહ્યું કે, હાલ તે બાળક માટે તૈયાર નથી અને ઉતાવળ પણ શું છે?
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોમ અને રણવીર સિંહની જોડી સૌથી હોટ જોડીમાંથી એક છે. બન્નેએ વિતેલા વર્ષે નવેમ્બરમાં લગ્ન કર્યા હતા, જેના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારે હાલમાં જ બન્નેના માતા પિતા બનવાની અટકળો ચાલી હતી. પરંતુ હાલમાં જ દીપિકાએ આ મુદ્દે મૌન તોડ્યું છે. દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યૂમાં આ અફવાને ફગાવી દેતા પોતાનો સ્પષ્ટ મત પણ વ્યક્ત કર્યો હતો.
દીપિકાએ કહ્યું કે, હાલ તે બાળક માટે તૈયાર નથી અને ઉતાવળ પણ શું છે? દીપિકોએ કહ્યું કે હજુ તો હું મારી કારકિર્દી પર ફોકસ કરી રહી છું. માતૃત્વ ધારણ કરવું એ કોઈ પણ સ્ત્રીનું સદભાગ્ય છે. હું પણ જરૂરથી માતૃત્વ ધારણ કરીશ પણ તેની સાથે મારી જવાબદારીઓ પણ વધી જશે.
હું નથી ઇચ્છતી કે આવનારૂ બાળક તેની માતા વગર રહે. હું તેના બાળપણને સંપૂર્ણ એન્જોય કરવા માંગુ છુ. દીપિકાએ કહ્યુ કે આ ખુબજ ઉદાસ કરનારી વાત છે કે તમે કોઇને ડેટ કરી રહ્યા છો તો તેની સાથે ક્યારે લગ્ન કરશો તે વાત હંમેશા ચર્ચાય છે લગ્ન થાય એટલે બાળકની વાતો થવા લાગે છે. આ અમારો પોતાનો નિર્ણય હશે કે બાળક ક્યારે લાવવું અમને બંનેને બાળકો ખુબજ ગમે છે આથી અમે બાળક જરૂરથી લાવશું પણ ક્યારે તે હજુ વિચાર્યું જ નથી.
આપને જણાવી દઈએ કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ટુંક સમયમાં ફિલ્મ ’83’માં સાથે ચમકશે. ફિલ્મ ’83’ 1983માં યોજાયેલ વર્લ્ડકપમાં ભારતને મળેલી ઝળહળતી સફળતાની કહાની છે. આ ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવની ભૂમિકા નિભાવી છે તો દીપિકાએ તેની પત્નીનો રોલ નિભાવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement