શોધખોળ કરો
Advertisement
બૉલિવૂડ એક્ટર સાથે બ્રેક અપ બાદ ઈન્ડિયન આઇડલના કંટેસ્ટન્ટ વિભોર પરાશરના પ્રેમમાં પડી નેહા કક્કર ?
હિમાંશ કોહલી સાથે બ્રેકઅપ બાદ નેહા હાલમાં ઈન્ડિયન આઈડલ કંટેસ્ટન્ટ વિભોર પરાશરની ખૂબજ નજીક આવી રહી છે અને તેના પ્રેમમાં છે.
મુંબઈ: ઈન્ડિયન આઈડલની જજ અને જાણીતી સિંગર નેહા કક્કડ એક્ટર હિમાંશ કોહલી સાથે બ્રેકઅપને લઈને ચર્ચામાં રહી હતી. આ બન્ને બંને લગભગ 4 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા. ત્યારે નેહા ફરી પોતાની લવ લાઈફને લઇને લાઈમલાઈટમાં આવી છે. લેટેસ્ટ રિપોર્ટ્સ પ્રમાણે નેહા ઈન્ડિયન આઈડલ કંટેસ્ટન્ટ વિભોર પરાશરના પ્રેમમાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે એવી ચર્ચા ચાલી રહી છે કે નેહા હાલમાં વિભોરની ખૂબજ નજીક આવી રહી છે અને તેના પ્રેમમાં છે. વિભોરે સીઝન 10ના કંટેસ્ટન્ટ હતા જેણે નેહાને કક્કડને જજ કર્યું હતું. આ શો બાદ સીઝન 10ના કંટેસ્ટન્ટ વિભોર અને કુશાલ પંડિત સાથે નેહાએ અનેક શહેરોમાં મ્યૂઝિક ટૂર કરી અને પરફોર્મેન્સ પણ આપ્યા હતા. તેના બાદથી જ બન્નેના ડેટિંગની ખબરો આવી રહી છે.
જો કે મીડિયામાં ચાલી રહેલા અફેરની ચર્ચાના કારણે વિભોર અપસેટ છે. એક ઈન્ટરવ્યૂમાં વિભોરે નેહા સાથેના રિલેશનનો ખુલાસો કરતા કહ્યું કે “હું જો વિભોર પેરાશર છું તો તેના કારણે છું. તેમન ઇજ્જત કરું છું. તેથી આ અફવાઓ પર બોલવાનું પણ પસંદ નથી કરતો. આવી વાતો સાંભળીને મારું દિમાગ ખરાબ થાય છે.” નેહા કક્કરની આ અફવાઓ અંગે હજુ સુધી કોઈ જ પ્રતિક્રિયા સામે આવી નથી
ઉલ્લેખનીય છે કે એક્ટર હિમાંશ કોહલી સાથે લગભગ 4 વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યાં બાદ નેહા કક્કડનું બ્રેકઅપ થઈ ગયું હતું. બ્રેકઅપ બાદ નેહા ડિપ્રેશનમાં પહોંચી ગઈ હતી. રિયાલિટી શોઝ અને સોશિયલ મીડિયા પર પર નેહાએ અનેક વાર પોતાના બ્રેકઅપની દુખ વ્યક્ત કરી ચુકી છે.(તસવીરો-ઇન્સ્ટાગ્રામ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement