શોધખોળ કરો
Advertisement
ઍક્ટ્રેસનો ચોકાવનારો ખુલાસો, મને અંદર બોલાવી દરવાજો બંધ કરી દેતા ડિરેક્ટર અને પછી....
રાખીએ તેના સંઘર્ષની વાતનો ખુલાસો કર્યો હતો, તે ઘરેથી ભાગીને આવી હતી.
મુંબઇ: બૉલિવૂડમાં અવાર નવાર કાસ્ટિંગ કાઉચને લઇને ચોકાવનારા ખુલાસા સામે આવે છે. હાલમાં જ બૉલિવૂડની એક જાણીતી ઍક્ટ્રેસ અને ડાન્સરે પણ પોતાની સાથે થયેલી ભયાનક ઘટના અંગે ખુલાસો કર્યો છે. તેણે તેનાં શરૂઆતનાં દિવસોનો કિસ્સો શૅર કરતાં કહ્યુંહ તું કે, કેવી રીતે તેને ડિરેક્ટર્સ બોલાવતા અને દરવાજો બંધ કરી લેતા. આ વાત કકરનારી અન્ય કોઇ નહીં પણ પોતાનાં નિવેદનો અને બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહેનારી રાખી સાવંત છે. તેણે તેની સાથે થયેલી ઘણી ઘટનાઓ અંગે વાત કરી છે.
એક ઈન્ટરવ્યૂમાં રાખીએ તેના સંઘર્ષની વાતનો ખુલાસો કર્યો હતો, ‘તે ઘરેથી ભાગીને આવી હતી. તેણે આપમેળે બધું મેળવ્યું હતું. મારું નામ ત્યારે નીરુ ભેડા હતું. જ્યારે હું ઓડિશન આપવા જતી હતી ત્યારે ડાયરેક્ટર-પ્રોડ્યૂસર મને મારું ટેલેન્ટ બતાવવા માટે કહેતા હતા.
હું ત્યારે એ નહોતી જાણતી કે કેવું ટેલેન્ટ બતાવવાની વાત કરી રહી છે.’ હું તસવીર લઈને તેમની પાસે જતી હતી તો તે દરવાજો બંધ કરી દેતા હતા. હું જેમ-તેમ કરીને ત્યાંથી બહાર નીકળતી હતી. તેણે એ પણ જણાવ્યું કે તેની મા એક હોસ્પિટલમાં કામ કરતી હતી. તેણે બહુ ગરીબી જોઈ છે. તેણે કહ્યું, મારી મા હોસ્પિટલમાં આયા હતી અને તે કચરા-પટ્ટી ઉઠાવતી હતી. અમારે ત્યાં જમવાની પણ તકલીફ હતી. આપને જણાવી દઇએ કે, રાખી સાવંત ગત ઘણાં દિવસોથી તેનાં લગ્નને લઇને ચર્ચામાં છે. તેણે 28 જુલાઇનાં રોજ મુંબઇની જેડબ્લ્યૂ મેરિએટમાં લગ્ન કર્યા અને પોતાનાં દુલ્હન અવતારની તસવીરો પણ શૅર કરી છે. જોકે તેણે તેનાં પતિની કોઇપણ તસવીર શૅર કરી નથી. તેનું કહેવું છે કે, તેનાં પતિને મીડિયા અને કેમેરાની સામે આવવું પસંદ નથી.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement