શોધખોળ કરો
આ એક્ટરને ભગવાન માનનાર કપલે તેની ફિલ્મ જોયા પહેલા થિયેટર બહાર જ કર્યા લગ્ન

1/3

ફિલ્મ સમીક્ષકોનું કહેવું છે કે, રજનીકાંતની ફિલ્મ પેટ્ટા એડવાન્સ બુકિંગ થકી જ લગભગ 32.85 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. તેમાં રજનીકાંત ઉપરાંત વિજય સેતુપતિ, સિમરન અને હિન્દી સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ એક્ટિંગ કરી છે. ફિલ્મના ડિરેક્ટર કાર્તિક સુબ્બારાજ છે.
2/3

નવી દિલ્હીઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ પેટ્ટા 10 જાન્યુઆરીએ રિલીઝ થઈ છે. રજનીકાંત પ્રતિ પ્રેમ અને તેની ફિલ્મોને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અવસર પર એક કપલે ફિલ્મ જોયા પહેલા થિયેટર બહાર લગ્ન કર્યા છે. આ પળને યાદગાર બનાવવા માટે પોતાના સંબંધીઓ અને મિત્રોને પાર્ટી પણ આપી હતી.
3/3

આ કપલ ચેન્નાઇનું રહેવાસી છે. તેનું નામ અનબરસુ અને કામ્યાચી છે. થિયેટરની બહાર લગ્ન કરવાના સવાલ પર તેમણે કહ્યું કે, લગ્ન દરમિયાન ભગવાનનું નામ લેવામાં આવે છે. એટલા માટે લગ્ન કોઇ ધાર્મિક સ્થળે અથવા તો ઘરમાં થાય છે. પરંતુ રજનીકાંત જ અમારા ભગવાન છે. એટલા માટે અમે સિનેમા ઘરને લગ્ન માટે પસંદ કર્યું હતું અને અહીં લગ્ન કરવાનો નિર્ણય લીધો. અત્રે ઉલ્લેખનીય છે કે, રજનીકાંતની નવી ફિલ્મ ‘પેટ્ટા’ ગુરુવારે રિલીઝ થઈ છે.
Published at : 12 Jan 2019 08:23 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
ગુજરાત
Advertisement
