નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં મહિલાની હત્યા માટે 40 વર્ષીય વોચમેનની પોલીસે ધરપકડ કરી હતી. વોચમેન મહિલાને તેની અને તેના સાથી સાથે વિવેક વિહાર વિસ્તારમાં શારીરિક સંબંધ બાંધવા કહ્યું હતું. જેનો મહિલાએ ઈન્કાર કરી દેતા તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
2/4
DCP મેઘના યાદવના જણાવ્યા મુજબ, મહિલાએ તેમની સાથે શારીરિક સંબંધ બનાવવાની ના પાડ્યા બાદ તેણે અને તેના મિત્રએ હત્યા કરી નાંખી હતી. પોલીસની એક ટીમ સહ આરોપીને પકડવા મોકલી દેવામાં આવી છે.
3/4
આરોપીની ઓળખ સુશીલ તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના બિજનોરમાં રહેતો હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલી લીધો છે.
4/4
સુશીલ જે ઘરમાં ગાર્ડ તરીકે નોકરી કરતો હતો ત્યાં માલિક રહેતો ન હોવાનું જાણવા મળ્યું છે. મકાન માલિકે ઘરની દેખરેખ માટે ચોકીદાર રાખ્યો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ આરોપી સુશીલ ઘરમાં અનૈતિક પ્રવૃત્તિ પણ ચલાવતો હતો.