ACનું બિલ થઇ જશે હાફ, કૂલિંગ રહેશે દિવસ-રાત, આ ડિવાઇસને કરો યુઝ
હાલ કાળઝાળ ગરમીના કારણે એસી લકઝરી નહિ પરંતુ જરૂરિયાત બની ગયું છે, જો કે તેના કારણે ઉનાળામાં વીજળીનું બિલ વધી જાય છે. જો કે કેટલીક ટ્રિકથી બિલ ઓછું કરી શકાય છે
ઉનાળાનું તાપમાન વધી રહ્યું છે, આવી સ્થિતિમાં મોટાભાગના લોકો એસી ચલાવી રહ્યા છે અને વીજળીનું બિલ 10 હજારના આંકડાને પાર કરી રહ્યું છે. અહીં અમે તમને એવા કેટલાક ઉપકરણો વિશે જણાવીશું જેનાથી AC બિલ અડધું ઘટી જશે.
ઉનાળામાં હાલ મોટા ભાગના વિસ્તારમાં તાપમાનનો પારો 45ને પાર જઇ રહ્યો છે, આવી સ્થિતિમાં લોકો માટે એસી વગર જીવવું મુશ્કેલ છે. પરંતુ તેના કારણે લોકોના ખિસ્સા પણ ખાલી થઇ રહ્યા છે. ભારે બીલ પણ તેમના માટે મુશ્કેલીનું કારણ બને છે. અહીં અમે તમને એવા કેટલાક ઉપકરણો વિશે જણાવીશું જેના દ્વારા તમે તમારું વીજળીનું બિલ અડધું ઘટાડી શકો છો. અમે તમને કેટલીક ટિપ્સ પણ આપીશું, જો તમે તેનું પાલન કરશો તો તમારું બિલ પણ ઓછું થશે અને ઘર દિવસ-રાત કૂલ રહેશે.
ઇન્વર્ટર એસી ખરીદો
જો તમે ઘરમાં નવું એસી લગાવી રહ્યા છો તો ઇન્વર્ટર ટેક્નોલોજી આધારિત એસી લો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ AC વીજળીનો વપરાશ ઓછો કરે છે અને ઠંડક પણ વધુ રહે છે.
5 સ્ટાર રેટેડ એસી ખરીદો
આ સાથે માત્ર 5 સ્ટાર એસી ખરીદો. આ એસી વીજળીનો વપરાશ ઘટાડવાનો પણ દાવો કરે છે તેથી, જ્યારે પણ તમે AC ખરીદો, ત્યારે માત્ર 5 સ્ટાર એસી જ ખરીદો, જો કે તે થોડું મોંઘું છે. પરંતુ જ્યારે વીજળીનું બિલ ઘટશે ત્યારે તમને તેના ફાયદા જોવા મળશે.
વીજળી બચત ઉપકરણ
વીજળી બચત ઉપકરણો ઘણી ઓનલાઈન સાઈટ પર ઉપલબ્ધ છે. જેની કિંમત 300-600 રૂપિયાની વચ્ચે છે. આ પ્રકારનું ઉપકરણ દાવો કરે છે કે જો તમે તેને AC માં લગાવો છો, તો તે વીજળીનું બિલ 40 ટકા ઘટાડે છે. જો કે, અમે તેની પ્રામાણિકતાનો દાવો કરતા નથી.
સ્ટેબિલાઇઝર સાથે AC ઇન્સ્ટોલ કરો
AC સ્ટેબિલાઇઝર વડે ચલાવવું જોઈએ. આ એસીમાં યોગ્ય ઠંડક પ્રદાન કરે છે. આ સાથે, વોલ્ટેજ વધારે કે ઓછું હોય તો પણ AC ખરાબ થવાની સમસ્યા નથી. આ સાથે, AC ફાટવાની શક્યતા ઓછી થઈ જાય છે.
ટાઈમરનો ઉપયોગ કરો
AC ચલાવતી વખતે ટાઈમરનો ઉપયોગ કરવાની ખાતરી કરો. આજકાલ ACમાં ટાઈમરની સુવિધા છે. રાત્રે અથવા દિવસ દરમિયાન AC ચલાવતી વખતે, 4 કલાક માટે ટાઇમર સેટ કરો. જ્યારે ઘર સંપૂર્ણપણે ઠંડુ થઈ જશે, ત્યારે AC આપોઆપ બંધ થઈ જશે. તેનાથી વીજળીના બિલનો વપરાશ ઓછો થશે. એસી સાથે પંખો પણ અચૂક ચલાવો.
ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખો
ઘરના દરવાજા અને બારીઓ બંધ રાખો જેથી ઠંડક બહાર ન જાય. આના કારણે રૂમ લાંબા સમય સુધી ઠંડો રહે છે. આ સાથે જો ઘરમાં એસી ન હોય તો આખા રૂમને અંધારું રાખો. તેનાથી કપડાંમાં ઠંડકનો અહેસાસ પણ થાય છે.