શોધખોળ કરો

Relationship Advice: 'લિવ ઇન રિલેશનશિપ'માં આવતા પહેલા જાણો આ 5 બાબતો, રહેશો સુરક્ષિત અને ખુશ

તમે છોકરી હો કે છોકરો. જો તમે લિવ-ઈન રિલેશનશિપમાં આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અથવા હાલમાં રહી રહ્યા છો, તો ચોક્કસથી કેટલીક બાબતો પર ધ્યાન આપો.

Live In Relationship: તમે શ્રદ્ધા વોકરના મર્ડર કેસ વિશે સાંભળ્યું જ હશે. એ જ શ્રદ્ધા વોકર જેને તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાએ મારી નાખી હતી. આ દિલધડક હત્યાની ઘટના સામે આવ્યા બાદ લિવ-ઈન રિલેશનશિપને લઈને અનેક સવાલો ઉભા થવા લાગ્યા છે. કેટલાક કહેવા લાગ્યા કે લિવ-ઈનમાં રહેવું ખૂબ જ અસુરક્ષિત છે, તો કોઈએ કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું એ જીવનની મોટી ભૂલ છે. શ્રદ્ધા વોકરના મર્ડર કેસે ઘણા કપલ્સ અને લોકોને ડરાવ્યા છે. પરંતુ એવું નથી કે બધા લિવ-ઇન પાર્ટનર આવા હોય છે અથવા બધા લિવ-ઇન રિલેશનશિપ આવી હોય.

લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન 

તમે છોકરી હો કે છોકરો. જો તમે લિવ-ઈન રિલેશનશિપમાં આવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અથવા હાલમાં જીવી રહ્યા છો.  તો ચોક્કસથી કેટલીક બાબતો પર ધ્યાન આપો. અહીં અમે તમને કેટલીક એવી બાબતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને સમજીને તમે યોગ્ય રીતે નક્કી કરી શકશો કે તમારે લિવ-ઈન રિલેશનશિપમાં સાથે રહેવું જોઈએ કે નહીં.

સંબંધ 'ઝેરી' ન હોવો જોઈએ

જો તમે એવા સંબંધમાં છો જે પહેલાથી જ સારું નથી ચાલી રહ્યું અને તમને લાગે છે કે સાથે રહેવાથી બધું ઠીક થઈ જશે, તો એવું બિલકુલ નથી. જો તમારો સંબંધ અથવા જીવનસાથી ટોક્સિક છે તો આ નિર્ણય લેવો તમારા માટે ખોટો સાબિત થઈ શકે છે. ટોક્સિક સંબંધોમાં સમજણનો ઘણો અભાવ હોય છે. અને જ્યાં સમજણ ન હોય ત્યાં સંબંધો ઘણી વખત નબળા પડવા લાગે છે. પરંતુ જો તમારા સંબંધમાં વધુ સારી સમજણ છે અથવા જો તમારો પાર્ટનર તમારા વિશે બધું સમજે છે.  તમારી લાગણીઓને મહત્વ આપે છે, તો તમે આ બાબતે આગળ વધી શકો છો.

આવકનો સ્ત્રોત સ્ટેબલ હોય

તે સ્વાભાવિક છે કે જો તમે કોઈની સાથે રહો છો તો તમારે તમારા ખર્ચનું પણ ધ્યાન રાખવું પડશે.એવું ના હોવું જોઈએ કે એક જ વ્યક્તિ કમાય. કારણ કે વધુ પડતાં ઝગડા અને ગેરસમજ પૈસાની તંગીને લીધે થતી હોય છે. એટલા માટે એ મહત્વનું છે કે તમારી પાસે સ્થિર નોકરી હોય. પાર્ટનર સમજદાર હોય તો બધું જ સમજદારીથી મેનેજ કરે છે. જો તમારી પાસે પણ આવો સમજદાર પાર્ટનર હોય તો તમે લિવ-ઈન વિશે વિચારી શકો છો.

વારંવાર ઝઘડા ના થાય

જો તમારા સંબંધોમાં ઝઘડા અને લડાઈને કોઈ અવકાશ નથી. તો તમે લિવ-ઈન વિશે વિચારી શકો છો. કારણ કે લડાઈ અને ઝઘડો ક્યારેક તેની સાથે ભયંકર પરિણામો લાવે છે. તેથી જ તમારી સલામતી માટે તે મહત્વનું છે કે તમારે આ સ્કેલ પણ તપાસવો જોઈએ.નાના નાના ઝગડા સામાન્ય છે. પરંતુ તે નાનો ઝગડો ઉગ્ર ના થવો જોઈએ.

સીમા ના ઓળંગો

લિવ-ઈન રિલેશનશિપમાં બંને લોકોને એકબીજાની મર્યાદાનો ખ્યાલ હોવો જોઈએ અને તેને પાર કરવાનો પ્રયાસ ન કરવો જોઈએ. તમે સાથે રહો છો તેનો અર્થ એ નથી કે વ્યક્તિગત જગ્યા જેવી કોઈ વસ્તુ હોવી જોઈએ નહીં. દરેક વ્યક્તિનું પોતાનું અંગત જીવન હોય છે. વ્યક્તિગત જગ્યા છે. જીવનસાથીએ તે જગ્યાનું ધ્યાન રાખવું જોઈએ. તમે રિલેશનશિપમાં છો તેનો અર્થ એ નથી કે તમે લાઇન ક્રોસ કરો છો અને તમારા પાર્ટનરની વાતને માન આપતા નથી. જો તમારો પાર્ટનર આનું ધ્યાન રાખે છે. તો તમે લિવ-ઈન વિશે વિચારી શકો છો.

પોતાના લોકો સાથે સંપર્કમાં રહેવું

લિવ-ઇનમાં આવ્યા પછી અથવા જો તમે અત્યારે રહેતા હોવ તો તેનો અર્થ એ નથી કે તમે તમારા પોતાના સંબંધી લોકો સાથે વાત કરવાનું બંધ કરી દો. અથવા બહારની દુનિયા સાથેનો તમામ સંપર્ક કાપી નાખો. હંમેશા તમારી સમસ્યાઓ તમારા મિત્રો અથવા નજીકના પરિવારના સભ્યોને જણાવો, જેથી તેઓ તમારી સ્થિતિ વિશે જાણે અને ખરાબ સમયમાં તમારી મદદ કરી શકે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન, સ્પેશિયલ કોર્ટનો ચુકાદો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
ગુજરાત પોલીસમાં ટેકનિકલ પોસ્ટ માટે થશે ભરતી, જાણો લાયકાત અને અરજીની છેલ્લી તારીખ
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Embed widget