Mango for Skin and Hair: માત્ર કેરી જ નહી પરંતુ આંબાના પાન છે ગુણોનો ભંડાર, આ રીતે કરો ઉપયોગ
કેરીના પાન ત્વચા અને વાળની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. તેમાં રહેલા ગુણો ત્વચાની કરચલીઓ દૂર કરી શકે છે. સાથે જ તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે.
Mango for Skin and Hair: કેરીના પાન ત્વચા અને વાળની અનેક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. તેમાં રહેલા ગુણો ત્વચાની કરચલીઓ દૂર કરી શકે છે. સાથે જ તેનાથી વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે.
આંબાના પાનને પીસીને વાળમાં લગાવવાથી વાળ મજબૂત થાય છે. સ્કિનના ડાઘ ધબ્બાને દૂર કરવા માટે નિયમિત આંબાના પાનને પીસીને ચહેરા પર લગાવવાથી સ્કિન ગ્લો કરવા લાગે છે.
વાળોની ચમક વધરવા માટે આંબાના પાનને પીસીને તેનો રસ કાઢીને વાળ પણ લગાવવાથી વાળ સાઇની બને છે.
ખીલને દૂર કરવા માટે આંબાના પાનને પીસીને તેનો રસ કાઢી લો, આ રસને ફેસપેક લગાવીને ચહેરા પર લગાવો.
ગરમીમાં ઓઇલી સ્કિનની પરેશાનીને દૂર કરવા માટે પણ આપ આંબાના પાન પીસીને લગાવવાથી સ્કિનની ચીકાશ દૂર થશે અને ત્વચા સાફ થશે.
વાળોનો ગ્રોથ વધારવા માટે પણ આંબાના પાનનો રસ કારગર છે. તેને લગાવવાથી હેર ગ્રોથ વધે છે. આંબાના પાનના રસને સ્કાલ્પમાં મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને હેર ગ્રોથ પણ વધે છે.
Rice water benefits: ચોખાનું પાણી છે ખૂબ જ ફાયદાકારક, જાણીને આપ પણ ચોંકી જશો
Rice water benefits: જો આપ પણ ચોખાનું પાણી ફેંકી દો છો, તો ભવિષ્યમાં આવું ન કરશો, કારણ કે ચોખાનો સ્ટાર્ચ તમારા વાળ અને ચહેરાની સુંદરતા જાળવવવા માટેનો કારગર પ્રયોગ છે. જાણીએ ચોખાનું પાણી કઇ રીતે ઉપયોગી છે.
ઘણીવાર લોકો ચોખા રાંધ્યા પછી આ પાણીને ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે આમ કરવાથી આપણે ચોખાના તમામ પૌષ્ટિક તત્વોને પાણીની સાથે ફેંકી દઇએ છીએ. આ પાણીના અદભૂત ફાયદા જાણીએ આપ પણ આ પાણીનો ઉપયોગ કરવાનું ચૂકશો નહીં.
- કેરીમાં વિટામીન B, C અને E ભરપૂર માત્રામાં હોય છે અને આ તમામ વિટામિન્સ શરીરમાંથી થાક દૂર કરે છે અને શારીરિક ઉર્જા વધારવામાં મદદ કરે છે.
રાઇસ વોટરનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થાય છે.
જો વાળ સફેદ હોય કે ખરતા હોય તો વાળ ધોયા પછી ચોખાના સ્ટાર્ચને મૂળ પરથી વાળ પર લગાવો પછી શેમ્પૂ અને કન્ડિશનર વડે ધોઈ લો.
ઓરિજેનોલ તત્વ જે અલ્ટ્રાવાયોલેટ કિરણોની અસરને ઘટાડે છે, તે ચોખાના સ્ટાર્ચમાં જોવા મળે છે, તેથી જો ત્વચા પર ચેપ હોય તો ચહેરા પર ચોખાનો સ્ટાર્ચ લગાવો.
રાઈસ વોટરમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને તે તમારા મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે.
રાઇસ વોટરમાં મળતા એન્ટી બેક્ટેરિયલ ગુણ બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સની સમસ્યાને દૂર કરે છે.
ચોખાનું પાણી વાયરલ ફિવરમાં ઔષધનું કામ કરે છે. તાવમાં ચોખાના પાણીમાં થોડું નમક નાખીને પીવાથી તાવ ઝડપથી ઉતરે છે અને શરીરને પોષણ મળે છે.
ચોખાના પાણીના સેવનથી શરીરમાં રક્ત પરિભ્રમણ સારું રહે છે.
તે શરીરના તાપમાનને સંતુલિત રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
લો બ્લડ પ્રેશરમાં જો તમે ચોખાના પાણીમાં મીઠું નાખીને પીશો તો આ સમસ્યામાં જલ્દી રાહત મળે છે.
Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.