Malaria Prevention Tips: પિતૃ પક્ષમાં ખીર ખાવા પાછળ આ વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર, શરીરને થાય છે અદભૂત લાભ
અત્યારે પાનખર ચાલી રહી છે અને શ્રાદ્ધના દિવસો પણ ચાલી રહ્યાં છે. આ સમયે ખીર બનાવીને પિતૃને ધરાવવામાં આવે છે અને ઘરના સભ્યો પણ ખીર ખાઇ છે. આ સમયમાં ખીર ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે.
Malaria Prevention Tips:અત્યારે પાનખર ચાલી રહી છે અને શ્રાદ્ધના દિવસો પણ ચાલી રહ્યાં છે. આ સમયે ખીર બનાવીને પિતૃને ધરાવવામાં આવે છે અને ઘરના સભ્યો પણ ખીર ખાઇ છે. આ સમયમાં ખીર ખાવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે. આ દિવસોમાં મેલેરિયાનું જોખમ ઘણું વધી જાય છે. જો તમે ઈચ્છો તો દરરોજ માત્ર ખીર ખાઈને મેલેરિયાના હાનિકારક તાવથી બચી શકો છો.
મચ્છરનો ત્રાસ ખૂબ વધી ગયો છે અને વરસાદ લગભગ જતો રહ્યો છે અને હવામાન ધીમે ધીમે શિયાળાને આવકારવા માટે બદલાઈ રહ્યું છે. આ સાથે શરદનું હવે આગમન થશે, શરદ ઋતુને ભારે ઋતુ મનાય છે. જો આ ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં ન આવે તો બીમારી ઘર કરી જતાં વાર નથી લાગતી.ય આ સમયે યોગ્ય આહારશૈલી અને જીવનશૈલી રોગોથી બચાવી શકે છે. આ સમયે પિત એસિડિટીનો પ્રકોપ વધી જાય છે. ખીર ખાવાથી આ પ્રકોપ શાંત થાય છે. આ સમયે ખીર ખાવાના બીજા પણ અન્ય ફાયદા છે. કેવી રીતે જાણીએ
બદલાતી ઋતુમાં મચ્છરોની બ્રીડીંગ સ્પીડ ફરી એકવાર વધી જાય છે અને બદલાતી મોસમમાં ફરી એકવાર મેલેરિયાનો ભય રહે છે.. પરંતુ તમે ખીર જેવો સ્વાદિષ્ટ ખોરાક ખાઈને આ ખતરાને સરળતાથી ટાળી શકાય છે.
મેલેરિયાથી કેવી રીતે બચવું
પાનખરમાં ખીર ખાવી એ મેલેરિયાથી બચવાનો સૌથી સહેલો અને સૌથી રસપ્રદ રસ્તો છે. હવે તમારા મનમાં પ્રશ્ન તો આવતો જ હશે કે ખીર ખાવાથી મેલેરિયાથી કેવી રીતે બચી શકાય? તો આનો જવાબ ખૂબ જ રસપ્રદ છે અને સાથે જ તમને ચોંકાવી દેશે.
જ્યારે મેલેરિયા વાયરસથી સંક્રમિત મચ્છર તંદુરસ્ત વ્યક્તિને કરડે છે, ત્યારે તે મેલેરિયા ફેલાવતા વાયરસને તેના શરીરમાં દાખલ કરે છે, જેને પ્રોટોઝોઆ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પરંતુ ખાસ વાત એ છે કે, માનવ શરીરમાં પહોંચ્યા પછી, પ્રોટોઝોઆ ત્યારે જ જીવી શકે છે જ્યારે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય. જ્યારે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આ વાયરસ સરળતાથી વ્યક્તિના શરીરમાં ફેલાય છે અને તેને બીમાર કરી દે છે. જ્યારે હવામાન બદલાતું હોય ત્યારે આ સમયે શરીરમાં પિત્તનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જ્યારે શરીરમાં પિત્ત વધે છે, ત્યારે રોગની પ્રતિરક્ષા નોંધપાત્ર રીતે ઘટી જાય છે. બસ આ સ્થિતિમાં જ્યારે મેલેરિયા મચ્છર કરડે છે ત્યારે વ્યક્તિ આ રોગની ઝપેટમાં ઝડપથી આવી જાય છે.
ખીર મેલેરિયા સામે કેવી રીતે રક્ષણ આપે છે?
શરદ ઋતુમાં દૂધ અને ચોખાની બનેલી ખીર ખાવાથી મેલેરિયાનો ખતરો ઘણી હદ સુધી ઘટી જાય છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા નથી અને પરિવારમાં તેનો કોઈ ઈતિહાસ નથી તો આ સિઝનમાં તમે દરરોજ દૂધ અને ચોખાની ખીરનું સેવન કરી શકો છો.
આયુર્વેદ અનુસાર દૂધ અને ચોખામાંથી બનેલી ખીર પિત્તનું શામક છે. એટલે કે, તે શરીરમાં વધેલા પિત્તનું પ્રમાણ ઘટાડે છે અને પિત્ત બનાવવાની પ્રક્રિયાને ધીમી કરે છે. ઉચ્ચ ભેજ અને ઘટી રહેલા તાપમાન વચ્ચે, તે શરીરની અંદર થતી રાસાયણિક પ્રતિક્રિયાઓમાં સંતુલન જાળવવાનું કામ કરે છે.
પરંતુ ધ્યાન રાખો કે આ ખીર સફેદ ચોખાની બનેલી હોવી જોઈએ. તેમાં ચોખા અને દૂધ સિવાય બીજું કશું ભેળવવાનું નથી. ન તો માવો કે ન ડ્રાય ફ્રૂટ. જ્યારે દેશી ગાયના દૂધનો ઉપયોગ ખીર બનાવવામાં કરવામાં આવે છે ત્યારે આ ખીર ખાવાનો મહત્તમ ફાયદો થાય છે. કારણ કે દેશી ગાયના દૂધની રચના પિત્તને શાંત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )