Monkeypox: શું મ્યૂટેશનને લઇને ઝડપથી ફેલાઇ રહ્યો છે મંકીપોક્સ? WHOએ જણાવ્યું આ પાછળનું કારણ?
ક્લેડ IIB માં 1970 અને 2017 થી એકત્રિત કરાયેલા વાયરસનો સમાવેશ થાય છે
WHO on Monkeypox : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) એ જણાવ્યું હતું કે મંકીપોક્સ વાયરસમાં જેનેટિક મ્યૂટેશન ડિસિસ વાયરસમાં ઝડપથી વધારો કરી રહ્યા છે કે કેમ તે જોવા માટે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં વાયરસના બે જુદા જુદા જૂથો અથવા પ્રકારોને સેન્ટ્રલ આફ્રિકન કોંગો બેસિન અને પશ્ચિમ આફ્રિકન ક્લેડ કહેવામાં આવે છે.
.@WHO media briefing on #monkeypox, #COVID19 and other global health issues https://t.co/JwWQUv3Rgu
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) August 17, 2022
જ્યારે કોઇ સ્થળના કારણે ગેરસમજ પેદા થાય તે માટે ડબલ્યૂએચઓએ તેના નામ બદલીને વાયરસના વેરિઅન્ટ માટે ક્લેડ IIB અને ક્લેડ IIB નામ આપ્યું છે જેમાં ક્લેડ આઇઆઇબી વર્ષ 2022 માં ફેલાયેલા વેરિઅન્ટનું મુખ્ય જૂથ છે. વાસ્તવમાં WHO મુજબ, કોઈપણ રોગ અને વાયરસના સ્વરૂપોને એવા નામ આપવા જોઈએ જે કોઈપણ સાંસ્કૃતિક, સામાજિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક, વ્યાવસાયિક અથવા વંશીય જૂથો માટે ગેરસમજ પેદા ન કરે.
મ્યૂટેશનને લઇને રિસર્ચ
ક્લેડ IIB માં 1970 અને 2017 થી એકત્રિત કરાયેલા વાયરસનો સમાવેશ થાય છે. WHO એ કહ્યું, "જિનોમને જોતા એ નક્કી કરવામાં આવ્યું છે કે વર્તમાનમાં ફેલાયેલા વાયરસ અને જૂના ક્લેડ IIb વાયરસ વચ્ચે કેટલાક તફાવત છે. જો કે, આ આનુવંશિક ફેરફારોના મહત્વ વિશે કંઈ જ જાણી શકાયું નથી.
ડબ્લ્યુએચઓએ કહ્યું કે મે મહિનાની શરૂઆતથી સ્થાનિક આફ્રિકન દેશોની બહાર મંકીપોક્સના કેસોમાં વધારો જોવા મળ્યો છે. WHO એ 23 જુલાઈના રોજ આ રોગચાળાને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી.
Modi Cabinet Decisions: ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત, હવે ખેડૂતોને થશે આ ફાયદો....
Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....
ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...
LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?
Weight Loss With Milk: વજન ઘટાડવું છે તો દિવસમાં કેટલી માત્રામાં દૂધનું કરવું જોઇએ સેવન જાણો
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )