શોધખોળ કરો

જાતને Fit અને Young રાખવી હોય તો તો મહિલાઓ માટે જરૂરી છે આ સુપરફૂડ, કરો ડાયટમાં સામેલ

સ્ત્રીઓએ સ્વસ્થ રહેવા માટે તેમના આહારમાં આવી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ. જેના દ્રારા શરીરને આહારમાંથી જ કેલ્શિયમ, ફોલિક એસિડ, આયર્ન અને વિટામિન ડી મળી રહે.

Health tips:સ્ત્રીઓએ સ્વસ્થ રહેવા માટે તેમના આહારમાં આવી કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ. જેના દ્રારા શરીરને  આહારમાંથી જ  કેલ્શિયમ, ફોલિક એસિડ, આયર્ન અને વિટામિન ડી મળી રહે.

આજના ભાગદોડભર્યા જીવનમાં મહિલાઓ ખૂબ જ વ્યસ્ત રહે  છે. જો સ્ત્રી વર્કિગ  હોય, તો તેના ખભા પર બેવડી જવાબદારી આવે છે. આવી સ્થિતિમાં ઘણી વખત મહિલાઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતી નથી. જ્યારે મહિલાઓને પુરૂષો કરતાં વધુ ઊર્જા અને સારા ખોરાકની જરૂર હોય છે. સ્ત્રીઓને પીરિયડ્સ, પ્રેગ્નન્સી અને મેનોપોઝ સુધી જીવનમાં ઘણા ફેરફારોમાંથી પસાર થવું પડે છે. તેથી, મહિલાઓએ તેમના આહારમાં કેટલાક આરોગ્યપ્રદ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

 દૂધ અથવા નારંગીનો રસ

 મહિલાઓમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપ ખૂબ જ વધારે હોય છે. આવી સ્થિતિમાં, તમારે ઓછી ચરબીયુક્ત દૂધ અથવા નારંગીનો રસ ખોરાકમાં સામેલ કરવો જોઈએ. દૂધ અને નારંગીના રસમાં વિટામિન ડી અને કેલ્શિયમ પણ જોવા મળે છે. વિટામિન ડી શરીરને કેલ્શિયમ પહોંચાડવામાં અને હાડકાંને મજબૂત કરવામાં મદદ કરે છે. તેથી, આહારમાં વિટામિન ડી અને કેલ્શિયમથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો.

દહીં

 મહિલાઓએ ચોક્કસપણે દહીં એટલે કે ઓછી ચરબીવાળા દહીંનું સેવન કરવું જોઈએ. ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, દહીં ખાવાથી સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે. દહીં પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. દહીં ખાવાથી અલ્સર અને યોનિમાર્ગના ચેપનું જોખમ પણ ઓછું થાય છે. હાડકાંને મજબૂત કરવા માટે દહીં કેલ્શિયમનો સારો સ્ત્રોત છે.

 કઠોળ

કઠોળ ખાવાથી હૃદય રોગ અને સ્તન કેન્સરનું જોખમ ઓછું થાય છે. કઠોળ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે પરંતુ ચરબીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. કઠોળ મહિલાઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેનું સેવન હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે. કઠોળ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટે છે.

 ટામેટાં

 ટામેટા મહિલાઓ માટે સુપરફૂડ કહેવાય છે. તેમાં લાઇકોપીન નામનું પોષક તત્વ હોય છે જેને પાવરહાઉસ કહેવામાં આવે છે. લાઇકોપીન સ્તન કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. ટામેટાંમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે હૃદયની બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. ટામેટાં ત્વચાને સ્વસ્થ રાખવામાં અને વધતી ઉંમરની અસરને ઓછી કરવામાં પણ મદદ કરે છે.

 સોયાબીન

મહિલાઓએ તેમના આહારમાં પ્રોટીનથી ભરપૂર વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. તમારે ખોરાકમાં પ્રોટીન, આયર્ન અને વિટામીન B થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. આ માટે તમે સોયામાંથી બનેલી વસ્તુઓ જેમ કે સોયા મિલ્ક અને ટોફુને ડાયટમાં સામેલ કરી શકો છો.

 બેરી

બેરી સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમારે સ્ટ્રોબેરી, રાસબેરી, બ્લૂબેરી અને ક્રેનબેરી ખાવા જ જોઈએ. તેમાં કેન્સર વિરોધી પોષક તત્વો મળી આવે છે. બેરી સ્ત્રીઓને સ્તન અને આંતરડાના કેન્સરથી પણ બચાવવામાં મદદ કરે છે. આમાં વિટામિન સી અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ગર્ભાવસ્થા દરમિયાન બેરી ખાવાની સલાહ આપવામાં આવે છે. બેરી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને મટાડવામાં પણ ફાયદાકારક છે.

 આમળા

 આમળા વિટામિન સીથી ભરપૂર ફળ છે. આમળા મહિલાઓના સ્વાસ્થ્ય માટે પણ જરૂરી છે. રોજ આમળા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આમળામાં વિટામિન સી ઉપરાંત પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, બી, ફાઇબર, પ્રોટીન, આયર્ન અને મેગ્નેશિયમ મળી આવે છે. આમળા પેટ, આંખો, ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે.

એવોકાડો

 આ એક ખૂબ જ પૌષ્ટિક અને આરોગ્યપ્રદ ફળ છે, એવોકાડો ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને હેલ્ધી ફેટથી ભરપૂર છે. એવોકાડો મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. એવોકાડોસ મોનોઅનસેચ્યુરેટેડ ફેટ્સ (MUFAs) અને ફોલિક એસિડથી સમૃદ્ધ છે. તેના સેવનથી શરીરમાં સોજોની સમસ્યા પણ ઓછી થાય છે. એવોકાડો હૃદય રોગ, ડાયાબિટીસ, મેટાબોલિક સિન્ડ્રોમ અને કેન્સરનું જોખમ ઘટાડે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget