શોધખોળ કરો
ઉંઝાથી પાટીદાર શહીદ યાત્રાનો પ્રારંભ, હજારો પાટીદાર જોડાયા
1/8

યાત્રામાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા પાટીદાર યુવકોના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. યાત્રા બે દિવસ સુધી મહેસાણા જિલ્લામાં ફરશે. યાત્રામાં કોઇ અઘટિત ઘટના ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. ઉંઝા ઉમિયા માતાજી ટ્રસ્ટના મંત્રીએ કહ્યું સમાજના હિતમાં નીકળેલ યાત્રામાં ઉમિયા માતાજી ટ્રસ્ટ સહભાગી બનશે.
2/8

ઉંઝાથી શરૂ થયેલી યાત્રા ૩૫ દિવસમાં ગુજરતમાં ચાર હજાર કિલોમીટર ફરીને ખોડલધામ કાગવડ પહોચશે. મહેસાણાના પાંચોટમાં રાત્રી રોકાણ કરાશે. યાત્રામાં ત્રણ રથ છે જેમાં એકમાં ઉમિયા માતાજીની મૂર્તિ, બીજા રથમાં શહીદોની પ્રતિમા અને ત્રીજા રથમાં સરદાર પટેલની પ્રતિમા મુકવામાં આવી છે.
Published at : 24 Jun 2018 01:20 PM (IST)
View More




















