અમદાવાદઃ એલજી હોસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ, યુવતીને પ્રેમજાળમાં ફસાવવાનો આરોપ
એલજી હોસ્પિટલની જુનિયર ડોક્ટરે આસિસ્ટન્ટ પ્રોફેસર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી
અમદાવાદમાં આવેલ એલજી હૉસ્પિટલના આસિસ્ટન્ટ પ્રોફેસર પર બળાત્કારના આરોપ લાગ્યા છે. મળતી જાણકારી અનુસાર એલજી હોસ્પિટલની જુનિયર ડોક્ટરે આસિસ્ટન્ટ પ્રોફેસર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પીડિતાનો આરોપ છે કે આસિસ્ટન્ટ પ્રોફેસરે તેને પ્રેમ જાળમાં ફસાવી બળાત્કાર ગુજાર્યો હતો. આસિસ્ટન્ટ પ્રોફેસરે યુવતીને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન ના કરતા યુવતીએ ઊંઘની ગોળીઓ ખાધી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. યુવતીની ફરિયાદ બાદ મણિનગર પોલીસે પ્રોફેસરની ધરપકડ કરી હતી.
ગાંધીનગરમાં યુવતીની જાહેરમાં હત્યા
ગાંધીનગરના કલોલમાં યુવતીની જાહેરમાં હત્યા થતા ચકચાર મચી ગઇ છે. છૂટાછેડા બાદ યુવતીએ પરત આવવાનો ઈન્કાર કરતા પૂર્વ પતિએ છરાના ઘા મારી યુવતીની જાહેરમાં હત્યા કરી હતી. મૃતક યુવતી હેમા નંદવાણી અને તેનો પૂર્વ પતિ ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવો બનતા હેમાએ દોઢ વર્ષ પહેલા છૂટાછેડા લઈ લીધા હતા.
જો કે, છુટાછેડા બાદ પણ આરોપી ભાવેશે પૂર્વ પત્નીનો પીછો છોડ્યો ન હતો. અને ગઈકાલે કલોલના સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે હેમાને આંતરી ભાવેશે છરાના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઇ ગયો હતો. જો કે બાદમાં પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી પૂર્વ પતિની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
IPL 2022: CSKનો બોલર દીપક ચાહર સમગ્ર સિઝનમાંથી આઉટ, જાણો તેને હરાજીના 14 કરોડમાંથી કેટલા મળશે
બ્લેક ડ્રેસમાં નોરા ફતેહીનો જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ વીડિયો