Ahmedabad Corona Guidelines: આવતીકાલથી રાત્રિ કર્ફ્યૂનો સમય બદલાયો, શનિ-રવિ મોલ-સિનેમા રહેશે બંધ
અગાઉ 10 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ કર્યો હતો. પરંતુ વધતા કેસને લઈ કર્ફ્યૂનો સમય 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. તો શની-રવિ માટે પણ કર્ફ્યૂના નિયમ જાહેર કરાયા છે. શની-રવિના દિવસોમાં મોલ-સિનેમા બંધ રખાશે. અને ખાણી-પીણીના સ્થળ ઉપર પણ તંત્રની તાકતી નજર રહેશે.
અમદાવાદ: અમદાવાદમાં કર્ફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે. રાત્રીના 9 વાગ્યા બાદ બહાર નિકળી શકાશે નહીં. અગાઉ 10 વાગ્યાથી કર્ફ્યૂ લાગુ કર્યો હતો. પરંતુ વધતા કેસને લઈ કર્ફ્યૂનો સમય 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કરી દેવાયો છે. તો શની-રવિ માટે પણ કર્ફ્યૂના નિયમ જાહેર કરાયા છે. શની-રવિના દિવસોમાં મોલ-સિનેમા બંધ રખાશે. અને ખાણી-પીણીના સ્થળ ઉપર પણ તંત્રની તાકતી નજર રહેશે. રાજ્યના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વના નિર્ણયો લીધા છે.
શહેરમાં આવતીકાલથી રાત્રી કર્ફ્યૂનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે. તમામ શહેરીજનોએ ચૂસ્ત અમલ કરવાનો રહેશે. કોરોના સંક્રમણને ફરી વધતું અટકાવવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. તમામ શહેરીજનોને સહકાર આપવા, માસ્ક અચૂક પહેરવા તથા સોશિયલ ડીસ્ટન્સિંગ જાળવવા અપીલ કરવામાં આવી છે.
અન્ય દિવસોમાં કોવિડ 19 પ્રોટોકોલનું પાલન કરવું પડશે. અમદાવાદમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં શનિવાર અને રવિવારે મોલ અને થિયેટર બંધ રહેશે.
રાજયના અધિક મુખ્ય સચિવ ડી. રાજીવ કુમાર ગુપ્તા આઈ.એ.એસ.ના અધ્યક્ષ સ્થાને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર જુદા જુદા ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ તેમજ અન્ય અધિકારીશ્રીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. અધિકારીઓની આ બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્રારા એએમટીએસ તથા બીઆરટીએસ તથા બાગબગીચા બંધ કરવામાં આવ્યા હતા અને રાત્રિ કરર્ફ્યું જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રાજ્યમાં કોરોના કેસ 1200 પાર પહોંચી જતાં સતર્કતાના ભાગરૂપે તંત્ર દ્રારા પગલાં ભરવામાં આવ્યા છે.
રાજ્યમાં ફરી કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે. આજે રાજ્યમાં 899 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,72,332 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.42 ટકા પર પહોંચ્યો છે. હાલ 5684 એક્ટિવ કેસ છે, જેમાંથી 63 લોકો વેન્ટિલેટર પર અને 5621 લોકો સ્ટેબલ છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4433 લોકોના કોરોનાથી મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1276 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ ત્રણ લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયા છે.