શોધખોળ કરો

Ahmedabad: પૂનમસિંહ ઝાલા હત્યા કેસમાં ત્રણની ધરપકડ, પહેલા અપહરણ, બાદમાં અડાલજ કેનાલમાથી મળ્યો હતો મૃતદેહ

અમદાવાદના સાબરમતી પોલીસે સ્ટેશનમાં હાલમાં પૂનમસિંહ ઝાલા નામના શખ્સની હત્યાના મામલે ફરિયાદ નોંધાઇ હતી

Ahmedabad Hatya News: અમદાવાદના સાબમતી વિસ્તારમાથી વધુ એક મર્ડર કેસનો કિસ્સો સામે આવ્યો છે, પહેલા અપહરણ કરાયા બાદ પૂનમસિંહ ઝાલા નામના યુવક મૃતદેહ કેનાલમાંથી મળી આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. પૂનમસિંહ ઝાલા નામના યુવકની હત્યામાં પ્રેમ પ્રકરણ હોવાની વાત પણ ચર્ચાઇ રહી છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાબરમતી પોલીસે સ્ટેશનમાં હાલમાં પૂનમસિંહ ઝાલા નામના શખ્સની હત્યાના મામલે ફરિયાદ નોંધાઇ હતી, જેમાં પોલીસે ત્રણની ધરપકડ કરી લીધી છે. ગઇ 7 ફેબ્રુઆરીએ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પૂનમસિંહ ઝાલા નામના શખ્સનું અપહરણ કરવામાં આવ્યુ હતુ, તે પછી તેનો મૃતદેહ ગાંધીનગર નજીક અડાલજ કેનાલ ફેંકી દેવાયો હતો, જ્યારે પૂનમસિંહ ઝાલાનો મૃતદેહ મળ્યો ત્યાર બાદ તપાસ કરવામા આવી અને બાદમાં પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઇ હોવાનું ખુલ્યુ હતુ. હાલમાં સાબરમતી પોલીસે પૂનમસિંહ ઝાલાની હત્યા કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

એસપી રિંગ રૉડને અમદાવાદ શહેરમાં સમાવવા પોલીસ કમિશનરે ગૃહ વિભાગમાં મોકલ્યો પ્રસ્તાવ, જાણો

આગામી લોકસભાની ચૂંટણીને લઇને રાજ્યનું પોલીસ તંત્ર એક્શન મૉડમાં છે. આ અંતર્ગત આજે અમદવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો ચિતાર આજે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપ્યો હતો. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કાયદો - વ્યવસ્થાની સ્થિતિનો હિસાબ કિતાબ આપ્યો હતો, એટલું જ નહીં સાથે જ અમદાવાદ SP રિંગરોડને અમદાવાદ શહેર પોલીસ હદમાં સમાવવા માટે ગૃહ વિભાગને પ્રસ્તાવ પણ મોકલાવ્યો હતો.

આજે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર જી.એસ મલિકે પોતાના છ મહિનાના કાર્યકાળનો ચિતાર આપ્યો હતો, જેમાં તેમને કરેલી કામગીરીના સંપૂર્ણ લેખાજોખા રજૂ કર્યા હતા. અમદાવાદ શહેરની ફરતે આવેલી ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વના માનવામાં આવતા સરદાર પટેલ રિંગરોડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની ફરતે આવેલ કુલ એક 75 કિલોમીટર અંતરના રિંગરોડ પોલીસની હદની દ્રષ્ટિએ વાત કરીએ તો 80% ભાગ અમદાવાદ શહેર પોલીસ હેઠળ સમાવેશ થાય છે, જ્યારે બાકીનો ૨૦ ટકા રીંગરોડ અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર પોલીસ હદ વિસ્તારમાં સમાવિષ્ટ છે. હાલ ટ્રાફિક નિયમનની બાબતમાં ગાંધીનગર અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ હદમાં હોવાથી કામગીરીમાં ઘણીવાર સમસ્યા ઊભી થાય છે. જેથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા રાજ્ય સરકારના ગૃહો વિભાગને રીંગરોડ આખો પટ્ટો અમદાવાદ શહેર પોલીસની હદમાં સમાવવા માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. 

અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા તેમના 6 મહિનાના કાર્યકાળ પૂર્ણ થયો છે, ત્યારે તેમના આવ્યા બાદ કામગીરીનો હિસાબ કિતાબ મીડિયા સમક્ષ રજૂ કર્યો. એ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક એ રીંગરોડની હદ બાબતે મહત્વપૂર્ણ જાણકારી આપી. આ ઉપરાંત તમને એ પણ કહ્યું કે જે વિસ્તારમાં દેશી દારૂનું ચલણ વધારે હોય અને આ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વિધવા બહેનો અને લોકોના પુનઃવર્સન માટે અભ્યાસ કરીને એ દિશામાં કામગીરી કરવામાં પણ આવશે. પોલીસ કમિશનર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ આંકડાકીય બાબતોની જાણકારી પણ આપવામાં આવી જેમાં એક ઓક્ટોબરથી 31મી જાન્યુઆરી સુધી શહેરમાં ૫૫ હજાર લીટર દેશી દારૂ અને ૫ લાખ ૭૩ હજાર ૯૩૭ બોટલ વિદેશી દારૂનો નાશ કરાયો છે, જેની કિંમત ૮ કરોડ ૧૫ લાખ ૯૪ હજાર થાય છે. 

આ ઉપરાંત પોતાના કાર્યકાળ દરમિયાન મહત્વપૂર્ણ સિદ્ધિ પૈકી કુલ ૮૮૦ ગુનામાં પકડાયેલા ૪ કરોડ ૯ લાખનો મુદ્દામાલ પરત આપવામાં આવ્યો હોવાની વાત કહીં છે. જેમાં સોના ચાંદી રોકડ રકમ વગેરેનો સમાવેશ થાય છે. આ સાથે જ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર દ્વારા કેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના રાજીવ મોદી સામે નોંધાયેલા બળાત્કારની ફરિયાદ મામલે તપાસ સંદર્ભે પણ નિવેદન આપ્યું અને કહ્યું કે હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે તે બાબતે કામગીરી કરવામાં આવી રહી છે. સાથે સાથે અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં અને રામોલ પોલીસ સ્ટેશનની હાથમાં આવતા ઉમિયા નગર વિસ્તારમાં આ સામાજિક તત્વોના આતંક બાબતે પણ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની વાત કહી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Chhota Udepur Result: આ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની ફક્ત 1 મતથી જીત
Chhota Udepur Result: આ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની ફક્ત 1 મતથી જીત
Gujarat Election: અખિલેશ યાદવની સાઈકલ ફરી વળી ,આ બે નગરપાલિકા પર કર્યો કબજો
Gujarat Election: અખિલેશ યાદવની સાઈકલ ફરી વળી ,આ બે નગરપાલિકા પર કર્યો કબજો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Sthanik Swarajya Result 2025 :  3 પાલિકામાં ભાજપની હાર, જુઓ કઈ કઈ ?Junagadh Corporation Result 2025 : કોંગ્રેસના વિજય સરઘસ પર પથ્થરમારો, જુઓ શું છે સમગ્ર મામલો?Kutiyana Palika Election Result 2025 : કુતિયાણામાં કાંધલ જાડેજા કિંગ, ભાજપના ઢેલીબેનના શાસનનો અંત!Junagadh Corporation Election Result: જૂનાગઢ મનપામાં ગિરીશ કોટેચાના પુત્રની હાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Local Body Election Result 2025: સલાયામાં ભાજપના સૂપડા સાફ, જાણો AAP-કૉંગ્રેસે કેટલી બેઠકો જીતી
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Gujarat Local Body Election Results: ઉત્તર ગુજરાતમાં ભાજપનું શાનદાર પ્રદર્શન, ખેરાલુ અને વડનગર નગરપાલિકામાં મેળવી જીત
Chhota Udepur Result: આ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની ફક્ત 1 મતથી જીત
Chhota Udepur Result: આ નગરપાલિકામાં સમાજવાદી પાર્ટીના ઉમેદવારની ફક્ત 1 મતથી જીત
Gujarat Election: અખિલેશ યાદવની સાઈકલ ફરી વળી ,આ બે નગરપાલિકા પર કર્યો કબજો
Gujarat Election: અખિલેશ યાદવની સાઈકલ ફરી વળી ,આ બે નગરપાલિકા પર કર્યો કબજો
Valsad  Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Valsad Election Result: વલસાડ જિલ્લાની તમામ ત્રણ નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય, ધવલ પટેલના અનંત પટેલ પર પ્રહાર
Bhavnagar Municipal Election: ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભગવો લહેરાયો
Bhavnagar Municipal Election: ભાવનગર જિલ્લાની ત્રણેય નગરપાલિકામાં ભગવો લહેરાયો
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
Local Body Election Result 2025: જાફરાબાદમાં ચાલ્યો હીરાભાઈ સોલંકીનો જાદુ, તમામ બેઠકો પર ભાજપની શાનદાર જીત
સંગમમાં સ્નાન કરનારા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર? રિપોર્ટમાં કરાયો મોટો દાવો
સંગમમાં સ્નાન કરનારા લોકોના સ્વાસ્થ્ય પર થશે અસર? રિપોર્ટમાં કરાયો મોટો દાવો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.