(Source: ECI/ABP News/ABP Majha)
Ahmedabad : કાલુપુર રેલવે સ્ટેશન પર પોલીસે કરી યુવતીની છેડતી, કોણ છે આ પોલીસ?
રેલવે સ્ટેશનમાં ટ્રોલી બેગ ગુમ થઈ જતા શોધવા પોલીસની મદદ લીધી હતી. આ જ સમયે લિફ્ટમાં યુવતીને એકલતાનો લાભ લઈને છેડતી કરી હતી. માસ્ક હટાવીને અડપલાં કર્યા હતા.
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશમાં પોલીસ કર્મચારીએ ABVPની મહિલા કર્યકર્તાની છેડતી કરતાં હોબાળો મચી ગયો હતો. રેલવે સ્ટેશનમાં ટ્રોલી બેગ ગુમ થઈ જતા શોધવા પોલીસની મદદ લીધી હતી. આ જ સમયે લિફ્ટમાં યુવતીને એકલતાનો લાભ લઈને છેડતી કરી હતી. માસ્ક હટાવીને અડપલાં કર્યા હતા. યુવતીએ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા પોલીસ કર્મચારી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાઈ છે.
સુરતના યુવકને પૂણેની યુવતી સાથે બંધાયા શરીર સંબંધ, શરીર સુખ માણતાં હતાં તેનો વીડિયો ઉતારીને કર્યો અપલોડ ને..........
સુરતઃ સુરતના યુવકને પૂણેની યુવતિ સાથે સંબંધ બંધાયા હતા. બંને વચ્ચે શરીર સંબંધો પણ હતા. આ યુવક અને યુવતી સાથે શરીર સુખ માણી રહ્યાં હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. યુવકે પોતે જ યુવતી સાથે શરીર સુખ માણી રહ્યો હતો તેનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી લીધો હોવાની ફરિયાદ મહારાષ્ટ્રના પુણે યરવડા પોલીસમાં નોંધાઈ છે. આઈ.ટી. એક્ટના ભંગના ગુનામાં સુરતના આરોપીએ આગોતરા જામીન માંગ્યા છે. જો કે એડિશનલ જજ અનિસ આર. મલિકે ટ્રાન્ઝિટ આગોતરા જામીનની માંગને હકુમતનો બાધ નડતો હોવાનો નિર્દેશ આપી નકારી કાઢી છે.
આ કેસની વિગત એવી છ કે, રાંદેર તાડવાડી સ્થિત સાંઈ આશિષ સોસાયટીમાં રહેતા 26 વર્ષીય આરોપી યુવક સામે મહારાષ્ટ્ર પુણેના યરવડા પોલીસ મથકમાં ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટના ભંગ અંગે ગુનો નોંધાયો હતો. આરોપીએ પૂણેમાં રહેતી યુવતિ સાથે સંબંધો દરમિયાન શરીર સુખ માણતાં હોય તેની અંગત પળોનો વીડીયો ઉતારીને પોર્ન સાઈટ પર અપલોડ કર્યાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો હતો. આ કેસમાં પોતાની પૂણે પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી .વકે સુરતની સેશન્સ કોર્ટમાં ટ્રાન્ઝીસ્ટ આગોતરા જામીન માંગ્યા હતા.
આરોપીએ રજૂઆત કરી હતી કે, પોતે આવો કોઇ વિડીયો અપલોડ કર્યો નથી પણ પોલીસ ખોટી રીતે ધરપકડ કરે તેવી શક્યતા છે. આ ઉપરાંત પોતે સમાજમાં પ્રતિષ્ઠિત હોવા ઉપરાંત કોઈ ગુનાઈત ભૂતકાળ નથી એવી રજૂઆત પણ કરાઈ હતી. આ સિવાય ભોગ બનનાર કે પોલીસ પાસે આ અંગેનો પુરાવો નથી. બંને પક્ષકારો વચ્ચે સમાધાન કરવા માટે સક્ષમ અદાલતમાં જવા માટે સમય મળે તે જરૂરી છે તેથી આગોતરા જામીન આપવા વિનંતી કરાઈ હતી.
પોલીસ જામીન અરજીનો વિરોધ કરતાં કહ્યું કે, આરોપી સામે ગંભીર ગુનાના આક્ષેપો છે. સમગ્ર બનાવ, ફરિયાદ મહારાષ્ટ્ર પૂણેમાં બન્યો હોઈ સુરતની કોર્ટને આ અરજીને ગુણદોષ પર નિકાલ કરવામાં હકુમતનો બાધ નડે તેમ છે. આ દલીલને માન્ય રાખીને કોર્ટે આરોપીની અરજી નકારી જણાવ્યું હતું કે, ટ્રાન્ઝીસ્ટ આગોતરા જામીનનો હેતુ રેરેસ્ટ ઓફ રેર કેસમાં માત્ર ફરિયાદ બદહેતુથી કરવામાં આવી હોય તો સંબંધિત અદાલતનો આરોપી સંપર્ક સાધી શકે તેનો છે.