કોંગ્રેસના નેતાનો પ્રહારઃ 'ભાજપ સરકારે ધાડપાડુ બનીને ઘરની બચત જ નહી, લોકોના મુખનો કોળિયો પણ છીનવી રહી છે'
ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મોંઘવારીને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે વધતી જતી મોંઘવારી પર કોંગ્રેસનેતા અર્જુન મોઢવાડિયાનું ટ્વિટ સામે આવ્યું છે.
અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવની અસર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પર પણ પડી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ મોંઘવારીને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. તેમણે વધતી જતી મોંઘવારી પર કોંગ્રેસનેતા અર્જુન મોઢવાડિયાનું ટ્વિટ સામે આવ્યું છે.
LPG સિલેન્ડર,પેટ્ર્રોલના ભાવોમાં બેફામ વધારો!
— Arjun Modhwadia (@arjunmodhwadia) July 3, 2021
ખેડુતોને ઉત્પાદનના ભાવોમાં વધારો નહીં, પણ તેલ,કઠોળ,અમુલ, માં બેફામ વધારો.
લોકોની આવક ઘટી, પણ ઘરખર્ચમાં બમણો વધારો!
ભાજપ સરકારે ધાડપાડુ બનીને ઘરની બચત જ નહી, લોકોના મુખ નો કોળિયો પણ છીનવી રહી છે. pic.twitter.com/RAq6X0vJp4
ટ્વીટમાં જણાવ્યું છે કે, LPG સિલેન્ડર,પેટ્ર્રોલના ભાવોમાં બેફામ વધારો! ખેડુતોને ઉત્પાદનના ભાવોમાં વધારો નહીં, પણ તેલ,કઠોળ,અમુલ, માં બેફામ વધારો. લોકોની આવક ઘટી, પણ ઘરખર્ચમાં બમણો વધારો! ભાજપ સરકારે ધાડપાડુ બનીને ઘરની બચત જ નહી, લોકોના મુખ નો કોળિયો પણ છીનવી રહી છે.
આ વધતી જતી મોંઘવારીમાં હવે શાકભાજીના ભાવમાં પણ વધારો થઇ ગયો છે. મોટા ભાગે શાકભાજીમાં 20 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. જોકે અત્યારે માર્કેટમાં શાકભાજી સારી નથી આવતી અને અન્ય ચીજોના વધતા જતા ભાવના કારણે લોકોએ હવે શાકભાજીની ખરીદારી પણ ઓછી કરી દીધી છે. લોકોની આવકમાં અત્યારે વધારો નથી અને જાવક બમણી થઇ જવાના કારણે ગૃહિણીઓ ત્રાહિમામ્ પોકારી ઉઠી છે.
શાકભાજીના ભાવમાં વધારો
-ગીલોડા 80 રૂપિયા પેહલા 60 રૂપિયા
-કોબીજ 60 રૂપિયા પેહલા 40 રૂપિયા
-ગવાર 100 રૂપિયા પેહલા 80 રૂપિયા
-રીંગણ 80 રૂપિયા પેહલા 60 રૂપિયા
-કેપ્સિકમ 80 રૂપિયા પેહલા 60
-ફ્લાવર 80 રૂપિયા પેહલા 60
એક તરફ વધતા પેટ્રોલ ડીઝલના ભાવોને કારણે મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે દૂધ, સાબુ, શેમ્પુ, તેલ જેવી વસ્તુઓમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. ચીજવસ્તુઓના ભાવમાં છેલ્લા ૩ મહિનામાં ૪૦ ટકા ભાવ વધ્યાં છે. ગઈકાલથી રાંધણ ગેસ પણ મોંઘો થઇ ગયો છે.
રોજ વધતા પેટ્રોલ ડીઝલમા ભાવોને લીધે જનતા હેરાન પરેશાન છે તો સાથે વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવની અસર હવે રોજિંદી જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપર પણ પડી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની અસર હવે ગૃહિણીઓના બજેટ ઉપર પડતા હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. રોજિંદી ચીજવસ્તુઓ પર પણ ઈંધણના ભાવને કારણે ઘરમાં ઉપયોગી ચીજવસ્તુઓ પણ મોંઘી બની રહી છે.