Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસનો ભરતી મેળો, AAP-NCP હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં થયા સામેલ
NCP અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. શક્તિસિંહ ગોહિલે તમામને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા.
Gujarat Politics: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો શરૂ છે. આમ આદમી પાર્ટી અને એનસીપીના હોદ્દેદારો તથા કાર્યકરો કોંગ્રેસમાં સામેલ થયા છે. NCP અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે. શક્તિસિંહ ગોહિલે તમામને ખેસ પહેરાવી કોંગ્રેસમાં આવકાર્યા હતા.
શક્તિસિંહ ગોહિલે શું કહ્યું
કોંગ્રેસ પ્રમુખ શક્તિસિહ ગોહિલે કહ્યું, ગુજરાતીઓ અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે. આજની ગુજરાતની સ્થિતિ એવી કે મુઠ્ઠીભર લોકો માલામાલ થઇ રહ્યા છે. મોંઘવારીએ માજા મુકી છે, બે રોજગારી વધી છે ત્યારે નવા લોકોના જોડાવાથી ગુજરાત કોંગ્રેસના સેવા યજ્ઞને બળ મળશે.
લોકસભા પહેલા જ રાજ્યમાં રાજકીય ગતિવિધીઓ શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા રાજકીય કાવાદાંવા શરૂ થઇ ચૂક્યા છે. 100થી વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ અચાનક કોંગ્રેસ છોડીને ભાજપની સાથે આવી જતાં રાજકીય ગરમાવો આવી ગયો છે. માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની ખિમત જિલ્લા પંચાયતની બેઠકની ચૂંટણીની દરમિયાન 100થી વધુ કાર્યકર્તાઓ જોડાયા ભાજપમાં જોડાયા હતા. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ધાનેરા આપ અને કોંગ્રેસમાં ભાજપે મોટું ગાંબડુ પાડ્યુ હતું. ચૂંટણી પહેલા જ આપ તાલુકા પ્રમુખ મંગળસિંહ રાજપૂત, ખીમત પૂર્વ સરપંચ અને દરબાર સમાજના આગેવાન નાનુભા વાઘેલા સહિત 100થી વધુ કાર્યકર્તાઓ અચાનક કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. આ તમામ લોકોએ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના હસ્તે ધારણ કેસરિયો ધારણ કર્યો હતો. ધારાસભ્ય માવજી દેસાઈ સહિત બનાસ બેન્કના ચેરમેન સવસીભાઈ ચૌધરી સહિતના આગેવાનોની હાજરીમાં આ તમામ કાર્યક્રમ ગોઠવવામા આવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટીએ આજે કેન્દ્રીય પદાધિકારીઓની યાદી જાહેર કરી છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની નવી ટીમ માટે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, છત્તીસગઢના પૂર્વ સીએમ ડો.રમણ સિંહ, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી રઘુબર દાસ અને સૌદાન સિંહને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય કૈલાશ વિજયવર્ગીય, અરુણ સિંહ અને તરુણ ચુગને મહામંત્રી બનાવવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની યાદીમાં યુપીનો દબદબો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ અને મહામંત્રીઓની યાદીમાં મોટાભાગના નામો યુપીના છે. ગુજરાતમાં કોઈને પણ સ્થાન આપવામાં આવ્યું નથી.