ગુજરાતમાં કોરોના બેકાબૂ થતા હાઇકોર્ટે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
રાજ્યમાં કોરોનાના કેસ બેકાબૂ થયા છે. કોરોનાના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે.
![ગુજરાતમાં કોરોના બેકાબૂ થતા હાઇકોર્ટે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત The High Court took an important decision in view of the growing case of Corona in Gujarat ગુજરાતમાં કોરોના બેકાબૂ થતા હાઇકોર્ટે લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/07/7648304437c5ddef71772a8e0de6c833_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ બેકાબૂ થયા છે. કોરોનાના કેસ વધતા ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત હાઇકોર્ટ સોમવારથી વર્ચ્યુઅલ મોડમાં ચાલશે. સોમવારથી ફીઝીકલ હિયરિંગ બંધ થશે. આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ પરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. તે સિવાય વકીલોની ચેમ્બર્સ પણ બંધ કરાશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર્સ શરૂ કરાશે. આ અંગેની વિસ્તૃત માર્ગદર્શિકા આજે દિવસ દરમ્યાન જાહેર થશે.
ગુજરાત સરકાર આજે જાહેર કરશે નવી ગાઇડલાઇન
કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને વાઈબ્રંટ ગુજરાત ગ્લોબલ સમિટ રદ કરાયા બાદ સરકાર તરફથી લગાવવામાં આવનારા નિયંત્રણોને લઈને સૌથી વધુ ચર્ચા અને ચિંતા છે. આજે સાંજે સાત વાગ્યા સુધીમાં આગામી બે અઠવાડિયા માટેની રાજ્ય સરકારનો ગૃહવિભાગ ગાઈડલાઈન બહાર પાડશે. કેમ કે અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં ગ્રામીણ અને નાના શહેરોની તુલનામાં સંક્રમણ ઘણુ વધુ વધી રહ્યું છે ત્યારે મહાનગરોમાં લાગુ કરાયેલા રાત્રી કર્ફ્યુના સમયમાં વધારો થાય તે સ્વભાવિક છે. કેમ કે અત્યારે રાત્રી કર્ફ્યુ આ મહાનગરોમાં 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ છે ત્યારે કર્ફ્યુની સમય મર્યાદા એકથી બે કલાક સુધી વધારવાની શક્યતા છે. એટલે કે મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ 11 વાગ્યાના સ્થાને રાત્રીના 9 કે 10 વાગ્યાથી લાગુ થઈ શકે છે કેમ કે લગ્નપ્રસંગ અને મરણની વિધીમાં પહેલેથી જ આમંત્રિત મહેમાનોની સંખ્યા પર ઘણા નિયંત્રણો મૂકાયા છે ત્યારે આ સંખ્યામાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા નહીંવત છે.ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં મહતમ સંખ્યામાં કોઈ મોટો ઘટાડો ન કરાય પરંતું આવા કાર્યક્રમોમાં નિયમોનું પાલન સખ્તાઈથી થાય તે માટે સૂચનાઓ અપાય ચૂકી છે. શહેરી વિસ્તારમાં ચા-નાસ્તાની લારી અને પાનના ગલ્લા પર ભીડભાડ ન થાય તેનું ધ્યાન રાખવાની પણ સ્થાનિક પ્રશાસનને સૂચના અપાશે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)