શોધખોળ કરો

Bhavnagar News: ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, 10 વર્ષ બાદ મેળવી સત્તા

Bhavnagar News: હાલ ડુંગળીના ભાવ તળિયે, ડુંગળીની નિકાસ બંધી, કપાસમાં ભાવ ઘટાડો જેવા વિવિધ મુદ્દાને ધ્યાનમાં રાખી મતદારોએ મતદાન કર્યુ હતું.

Bhavnagar News: ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 10 ખેડૂત પેનલની બેઠક પર પાંચ ભાજપના ઉમેદવાર અને પાંચ કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. અગાઉ વેપારી પેનલની ભાજપ તરફી ચાર બેઠકો આ ચૂંટણીમાં બિન હરીફ થઈ હતી. કુલ 14 બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં નવ બેઠક પર ભાજપે સત્તા મેળવી છે. 10 વર્ષના વહીવટ દરના શાસન બાદ ભાજપે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભગવો લહેરાવ્યો છે. આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવશે તેવી ખેડૂતોને આશા બંધાઈ છે.

ભાજપ કોંગ્રેસ બંને પક્ષો દ્વારા પોતાના 10 - 10 ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ભાજપ-કોંગ્રેસ બંનેએ જીતનો દાવો કર્યો હતો. કુલ 816 ખેડૂત મતદારોએ નોંધાયા હતા. હાલ ડુંગળીના ભાવ તળિયે, ડુંગળીની નિકાસ બંધી, કપાસમાં ભાવ ઘટાડો જેવા વિવિધ મુદ્દાને ધ્યાનમાં રાખી મતદારોએ મતદાન કર્યુ હતું.

કમુરતાં ઉતરતાંની સાથે જ ગુજરાત કોંગ્રેસમાં મોટુ ગાબડુ પડવાનું શરૂ થઇ ગયુ છે, આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપ પાર્ટીએ એક પછી એક કોંગ્રેસ નેતાઓનને પાર્ટીમાં આવકારવાનું શરૂ કર્યુ છે. આજે મોટા સમાચાર રાજકોટમાંથી સામે આવ્યા છે, રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં એકસાથે 15થી વધુ સભ્યો ભાજપમાં સામેલ થઇ જતાં રાજકારણ ગરમાયુ છે. આજે ગાંધીનગરના બીજેપી હેડક્વાર્ટર કમલમમાં વેલકમ પાર્ટી યોજાઇ હતી, જેમાં આ તમામ કોંગ્રેસી સભ્યોને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરીવીને ભાજપમાં વેલકમ કર્યુ હતુ.  

લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં ભાજપ વધુને વધુ મજબૂત બનવા તરફ આગળ વધી રહી છે, તો વળી, બીજીબાજુ કોંગ્રેસ વધુને વધુ નબળી પડી રહી છે. આજે ગાંધીગર કમલમમાં ભાજપની વેલકમ પાર્ટી યોજાઇ હતી, જેમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે કે, રાજકોટ જિલ્લા કૉંગ્રેસમાં ફરી એકવાર મોટું ગાબડું પડ્યુ છે. જિલ્લા કૉંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ભાજપમાં જોડાયા છે. 

આજે કમલમ ખાતે મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે, ભરત બોઘરાએ આ આખુ ઓપરેશન પાર પાડ્યુ હતુ. રાજકોટ જિ.પં.ના કૉંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જેમાં અર્જૂન ખાટરીયા, શારદા ધડુક જેવા દિગ્ગજો પણ સામેલ છે જે ભાજપમાં જોડાયા છે, આ ઉપરાંત ગીતા ચાવડા, મીરા ભળોડીયા ભાજપમાં જોડાયા છે, ગીતા સોમાણીએ કૉંગ્રેસ છોડી કેસરીયો ધારણ કર્યો છે. કોટડાસાંગાણી તા.કૉંગ્રેસના પ્રમુખ બાબુ સાવલિયા ભાજપમાં જોડાયા છે. વિછિંયા તા.પં.ના કૉંગ્રેસના પાંચ સભ્યો ભાજપમાં જોડાયા છે. જસદણ તા.પં.ના કૉંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તા.પં.ના કૉંગ્રેસના બે સભ્યો ભાજપમાં જોડાયા છે. ગોંડલ તા.પં.ના કૉંગ્રેસના એક સભ્ય ભાજપમાં જોડાયા છે. પડધરી અને ધોરાજી તા.પં.ના ચાર સભ્યો ભાજપમાં જોડાયા છે. ઉપલેટા તા.પં.ના કૉંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમાં જોડાયા છે. સહકારી મંડળીઓના કૉંગ્રેસના 15 સભ્યો ભાજપમાં જોડાયા છે. કોટડાસાંગાણી તા.સંઘના ચેયરમેન, ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર ભાજપમાં જોડાયા છે. રાજકોટ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અલ્પાબેન ખાટરીયા ભાજપમાં જોડાયા છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget