Cryptocurrency એક્સચેન્જ કંપનીઓ પર મોટી કાર્યવાહી, DGGIએ પાડ્યા દરોડા, ટેક્સ ચોરીની આશંકા
DGGIએ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ સર્વિસ પ્રોવાઇડર કંપની WazirXની ઓફિસો પર દરોડા પાડ્યા છે
નવી દિલ્હીઃ દેશના કેટલાક મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ કંપનીઓ પર ડાયરેક્ટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (DGGI)એ મોટી કાર્યવાહી કરી છે. સૂત્રોએ જાણકારી મળી છે કે ટેક્સ ચોરીની શંકામાં DGGIએ શનિવારે કંપનીઓની ઓફિસ અને પરિસરો પર દરોડા પાડ્યા હતા.
DGGIએ ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ સર્વિસ પ્રોવાઇડર કંપની WazirXની ઓફિસો પર દરોડા પાડ્યા છે. તાજેતરમા જ મોટી સ્તર પર ટેક્સ ચોરીને લઇને કંપની પર 49.20 કરોડ રૂપિયાનો દંડ કરવામા આવ્યો છે. જીએસટી વિભાગની મુંબઇ ટીમે જ્યારે WazirXની બિઝનેસ ગતિવિધિઓની તપાસ કરી રહી હતી ત્યારે તેણે 40.5 કરોડ રૂપિયાની જીએસટીની ચોરી પકડી હતી. તપાસ એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે દંડ અને વ્યાજના રૂપમાં તેણે કંપની પાસેથી કુલ 49.20 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે.
DGGI cracks down on Cryptocurrency exchanges across country, Rs 70 cr tax evasion detected
— ANI Digital (@ani_digital) January 1, 2022
Read @ANI Story | https://t.co/VNRXH0O6cS pic.twitter.com/Qd5NkIJden
ક્રિપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઇડર્સ પર ડીજીજીઆઇએ આટલી મોટી કાર્યવાહી ભારત સરકારના દેશમાં ક્રિપ્ટોકરન્સી માર્કેટને રેગ્યુલેટર કરવાના નિર્ણય કર્યાની કેટલાક મહિનાની અંદર કરવામાં આવી છે. હાલમાં દેશમાં ક્રિપ્ટોકરન્સીનું માર્કેટ રેગ્યુલેશન્સ બહાર છે. સરકારે તેને રેગ્યુલેશન કરવા માટે એક બિલ તૈયાર કર્યું છે. તાજેતરના વર્ષોમાં યુવાઓ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરી રહ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોને ટાંકીને કહ્યું કે ડીજીજીઆઇએ ક્રિપ્ટોકરન્સી સર્વિસ પ્રોવાઇડર કંપનીઓની લગભગ અડધી ઓફિસો પર દરોડા પાડ્યા છે. તપાસ એજન્સીએ જીએસટી ચોરી પકડી છે. સૂત્રોના મતે આ ટેક્સ ચોરી લગભગ 70 કરોડ રૂપિયાની હોઇ શકે છે.
Low Price Sunroof Cars: આ છે સનરૂફવાળી સસ્તી કાર્સ, તમારા માટે હોઇ શક છે બેસ્ટ ઓપ્શન
New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ