શોધખોળ કરો
Advertisement
અદાણી ગ્રુપને અમદાવાદ સહિત 5 એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મળ્યો, જાણો વિગતે
નવી દિલ્હીઃ એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(AAI)એ દેશના 6 એરપોર્ટ્સના અપગ્રેડેશન અને સંચાલન માટે મૂકેલી બીડ્સ પૈકીની 5 બિડ્સ અદાણી ગ્રુપને મળી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અદાણી ગ્રુપે તમામ એરપોર્ટ્સ માટે બહાર પાડવામાં આવેલી બીડ્સમાં અરજી કરી હતી. અદાણી ગ્રુપે દેશના 5 એરપોર્ટ્સને 50 વર્ષ માટે અપગ્રેડ અને ઓપરેટ કરવાના રહેશે.
અમદાવાદ સહિત આ એરપોર્ટને અપગ્રેડ અને ઓપરેટ કરવા પડશે
આ એરપોર્ટમાં અમદાવાદ, લખનઉ, જયપુર, મેંગલોર અને ત્રિવેન્દ્રમ એરપોર્ટ્સનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, છઠ્ઠુા એરપોર્ટ ગુવાહાટી માટે હજી સુધી બીડ ખુલી નથી. આ પ્રોજેક્ટ્સથી અદાણી ગ્રુપનો એવિએશનમાં પ્રવેશ થશે. પ્રતિ પેસેન્જરે સૌથી વધુ પૈસા AAIને આપનાર કંપનીને બીડ્સ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણયના પગલે AAIએ રવેન્યુ શેરિંગ મોડલ બંધ કર્યું છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ એરપોર્ટનું ખાનગીકરણ રેવન્યુ શેરિંગ મોડલ પર કરવામાં આવ્યું હતું.
અદાણી સહિત આ કંપનીઓએ કરી હતી અરજી
વિવિધ એરપોર્ટ્સના સંચાલન માટે અદાણી ગ્રુપ ઉપરાંત GMR ગ્રુપ, નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચર ફન્ડ(NIIF), ફેરફેક્સ ઈન્ડિયા હોલ્ડિંગ્સ કોર્પોરેશન, ઓસ્ટ્રેલિયાના AMP કેપિટલ, PNC ઈન્ફ્રાટેક લિમિટેડ અને કેરાલા સ્ટેટ ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ(KSIDC) સહિતના ગ્રુપે આ બીડ્સ માટે અરજી કરી હતી.
આ ક્ષેત્રમાં છે અદાણીની હાજરી
અદાણી જૂથ પાવર, પોર્ટ, ગેસ, ઇન્ફ્રા, માઇનિંગ વગેરે ક્ષેત્રમાં પહેલેથી જ કાર્યરત છે. એરપોર્ટના સંચાલન અને નવીનીકરણનો કોન્ટ્રાક્ટ મળતાની સાથે હવે અદાણી જૂથનો ઉડ્ડયન ક્ષેત્રમાં પણ પ્રવેશ થશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
Advertisement