Income Tax: પહેલા ફાઇલ કરો ITR અને બાદમાં ભરો ટેક્સ, ઇ-ફાઇલિંંગ પોર્ટલ પર આવ્યું નવું ફીચર
Income Tax: આવકવેરા વિભાગે એક નવું ફીચર રજૂ કર્યું છે
Income Tax: આવકવેરા વિભાગે એક નવું ફીચર રજૂ કર્યું છે, જેના હેઠળ તમે પહેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો અને પછીથી ટેક્સ ચૂકવી શકો છો. આ ફીચર આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે. આ ફીચરની મદદથી લોકો બાકી ટેક્સ ચૂકવ્યા વિના પહેલા ITR ફાઇલ કરી શકે છે.
જ્યારે એકવાર આઇટીઆર ફાઇલ થઇ ગયા પછી તમારે ટેક્સ ચૂકવવો પડશે. જોકે, આ ફીચરની મદદથી ITR ફાઈલ કરવા માટે કેટલીક શરત રાખવામાં આવી છે. જાણો આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
આ ટેક્સ પેમેન્ટ માટે પે લેટર ફેસિલિટી લોન્ચ
ટેક્સ નિષ્ણાતોના મતે, ITR ફાઇલ કરતી વખતે પે લેટર વિકલ્પનો ઉપયોગ ફક્ત સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ પેમેન્ટ માટે જ કરી શકાય છે. નિષ્ણાતોએ કહ્યું કે એડવાન્સ ટેક્સ પેમેન્ટ, ટીડીએસ અને અન્ય માટે પે લેટરનો વિકલ્પ ઉપલબ્ધ નથી.
આ ફીચરનો ઉપયોગ કરવાના ગેરફાયદા શું છે?
Pay Later વિકલ્પનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. એકવાર તમે ITR ફાઇલ કરવા જાવ અને આ વિકલ્પ પસંદ કરો તો તમને ડિફોલ્ટર ગણવામાં આવશે. ઉપરાંત, તમારે ટેક્સ પર વ્યાજ ચૂકવવું પડી શકે છે.
આ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો
-સૌથી પહેલા ન્યૂ ઈનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર જાવ
-એકવાર લોગ ઈન કર્યા પછી ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરો.
-હવે તમારી બધી વિગતો તપાસીને ITR ભરો.
-જેવી તમે આવક સંબંધિત માહિતી ભરો છો આવકવેરા વિભાગ ટેક્સ પેમેન્ટની સંપૂર્ણ વિગતો બતાવે છે. ઉપરાંત, તે તમારે ક્યારે ટેક્સ ચૂકવવો પડશે તેની ડેડલાઇન પણ બતાવે છે.
-આ વેબસાઇટ પર તમે જોઈ શકો છો કે તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે
-એકવાર તમે આ ટેક્સની રકમ સાથે સહમત થઈ જાવ તો પછી તમે પે લેટર અથવા પે નાઉનો વિકલ્પ પસંદ કરી શકો છો
-હવે તમે Pay Later વિકલ્પ પસંદ કરીને ITR ફાઇલ કરી શકો છો
-ITR ફાઇલ કર્યા પછી તમે ટેક્સ ચૂકવી શકો છો