શોધખોળ કરો

લક્ષ્મી વિલાસ બેંક સંકટની વચ્ચે જાણો- બેંકમાં લાખો રૂપિયા હોય તો પણ માત્ર આટલા રૂપિયાની જ ગેરેન્ટી આપે છે બેંક

બેંકોમાં જમા રકમની સુરક્ષાની જવાબદારી ડીઆઈસીજીસી ઉપાડે છે. DICGC એક્ટ, 1961ની કલમ 16 (1)ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બેંક ડિફોલ્ટ થાય અથવા નાદાર થાય તો DICGC દરેક ડિપોઝિટરને રકમ ચૂકવવા માટે જવાબદાર હોય છે.

નવી દિલ્હીઃ લક્ષ્મી વિલાસ બેંકના સંકટની વચ્ચે આ બેંકના ખાતાધારકો સહિત દેશના કરોડો ડિપોઝિટર્સને ફરી એ ચિંતા થવા લાગી છે કે જો કોઈ બેંક ડિફોલ્ટ કરો તો તેમાં જમા રકમનું શું થશે. તેમને કેટલા રૂપિયા પરત મળશે અને બેંકમાં જમા રકમ કેટલી સુરક્ષિત છે. અહીં અમે તમને આ સવાનલો જવાબ આપી રહ્યા છીએ. બેંક ડૂબે અથવા ડિફોલ્ટ થાય તો કેટલી રકમ પરત મળે રિઝર્વ બેંકની પૂર્ણ માલિકી ધરાવતી DICGC એટલે કે ડિપોઝિટવ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરેન્ટી કોર્પોરેશન તરફતી ગ્રાહકોને બેંક ડિપોઝિટ પર 5 લાખ રૂપિયાની સુરક્ષા ગેરેન્ટી મળશે. એટલે કે કોઈપણ બેંકમાં તમારી કેટલી પણ રકમ જમા કેમ ન હોય પરંતુ જો એ બેંક ડિફોલ્ટ થાય તો તમને માત્ર 5 લાખ રૂપિયા જ પરત મળશે. બેંક ડિફોલ્ટ થવા પર તમારા 5 લાખ રૂપિયા જ સુરક્ષિત માનવામાં આવસે અને જમા રકમ 5 લાખ રૂપિયા સુધીની રકમનો વીમો હશે. બાકીની રકમની તમને કોઈ ગેરેન્ટી નહીં મળે. આ નિયમ બેંકની તમામ બ્રાન્ચ પર લાગુ હોય છે. તેમાં મૂલ રકમ અને વ્યાજ એટલે કે પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ બન્ને ગણાય જાય છે જેનો સીધો અર્થ એ થયો કે જો બન્નેને જોડીને 5 લાખ રૂપિયાથી વધારે રકમ હોય તો પણ 5 લાખ સુધીની રકમ જ સુરક્ષિત માનવામાં આવશે. બચત ખાતું, એફડી અથવા ચાલુ ખાતામાં પણ જમા રકમ પર પણ આટલી જ રકમની ગેરેન્ટી હોય છે. જો ગ્રાહકનું એક જ બેંકની એક કરતાં વધારે શાખામાં ખાતું હોય તો તમામ ખાતામાં ડિપોઝિટ રકમ અને વ્યાજને જોડી દેવામાં આવશે. મૂલ રકમ અને વ્યાજ બન્ને સામેલ કરવામાં આવશે અને બન્ને જોડીને 5 લાખથી વધારે રકમ થવા પર માત્ર 5 લાખ જ સુરક્ષિત ગણાશે. બેંકોમાં જમા રકમની સુરક્ષાની જવાબદારી ડીઆઈસીજીસી ઉપાડે છે. DICGC એક્ટ, 1961ની કલમ 16 (1)ની જોગવાઈઓ અનુસાર જો કોઈ બેંક ડિફોલ્ટ થાય અથવા નાદાર થાય તો DICGC દરેક ડિપોઝિટરને રકમ ચૂકવવા માટે જવાબદાર હોય છે. DICGC આ રકમની ગેરેન્ટી લેવા બદલ બેંકો પાસેથી તેના માટે પ્રીમિયમ પસુલે છે. મોદી સરકારે વધારી હતી બેંક જમા રક પર ગેરેન્ટી પહેલા રિઝર્વ બેંકના નિયમો અનુસાર બેંક ખાતાધારકોને વધુમાં વધુ 1 લાખ રૂપિયાની જમા રક પર ગેરેન્ટી મળતી હતી. જેને બજેટ 2020-21માં વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી. નાણામંત્રી નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ 2020-21 રજૂ કરતાં સમયે જાહેરાત કરી હતી કે બેંક જમા રકમ પર ગેરેન્ટીની મર્યાદા 1 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Advertisement
ABP Premium

વિડિઓઝ

National Green Tribunal: ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ કરશો તો થશે સજાHun To Bolish : હું તો બોલીશ : ગુલાટ મારતો આતંકHun To Bolish : હું તો બોલીશ : માફિયાઓ સામે દાદાનો દમBZ Group Scam: રોકાણકારોના ફસાયેલા નાણાં મુદ્દે CID ક્રાઈમના DIGનું મોટુ નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
AAP ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીની ગોળી વાગવાથી મોત, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
Ahmedabad HMPV case: અમદાવાદમાં HMPV વાયરસનો ત્રીજો કેસ, નવ માસનું બાળક સંક્રમિત
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર  ઉમેદવારોના નામ પર વિચારણા
દિલ્લીમાં BJPની બીજી યાદી પર મંથન, એક ડઝન સીટ પર ઉમેદવારોના નામ પર વિચારણા
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
Health Tips: સુગરના દર્દીઓએ ભૂલથી પણ ન ખાવી જોઈએ આ દાળ, નહીં તો પડી જશે ભારે
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
શું બિહારના સીએમ નીતિશ કુમાર NDAથી અલગ થશે? ઉપેન્દ્ર કુશવાહનું મોટું નિવેદન - 'ઘણી વખત તે...'
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
Embed widget