શોધખોળ કરો
Advertisement
LICએ હોમ લોનના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, હવે 6.66% વ્યાજ પર મળશે હોમ લોન
હાલમાં અનેક બેંક 70 ટકાથી ઓછા વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે.
LIC હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડે હોમ લોનના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. LICની આ ખાસ સ્કીમ અંતર્ગત 31 ઓગસ્ટ સુધી 50 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકાશે. LIC તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવા દરની ઓફર નોકરિયાત વર્ગને કરવામાં આવશે.
આ સ્કીમ સાથે જોડાયેલ ખાસ વાતો
- તેમાં 50 લાખ સુધીની લોન પર વ્યાજ દર ઘટીને 6.66% કરવામાં આવ્યો.
- આ સ્કીમ 31 ઓગસ્ટ સુધી લાગુ રહેશે અને લોનનો પ્રથમ હપ્તાનું પેમેન્ટ 30 સપ્ટેમ્બર પહેલા થઈ જવું જોઈએ.
- આ સ્કીમ અંતર્ગત નોકરિયાત વર્ગ (સેલરીડ પર્સન) લોન લઈ શકશે.
- નવા વ્યાજનો દર લોન લેવાની ક્ષમતા પર નિર્ભર કરશે. તેના માટે તેનો સિબિલ સ્કોર આધાર હશે.
કોટક મહિન્દ્રા 6.65%ના વ્યાજ દરે આપે છે લોન
કોટક મહિન્દ્રા બેંક સૌથી સસ્તા દરે હોમ લોન આપી રહી છે. તે 6.65%ના વ્યાજ દર પર લોન આપી રહી છે. જ્યારે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 6.70 ટકાના વ્યાજ દર પર લોન આપી રહી છે. હાલમાં અનેક બેંક 70 ટકાથી ઓછા વ્યાજ દર પર હોમ લોન આપી રહી છે.
અન્ય બેંકમાં કેટલો છે વ્યાજ દર
બેંક | વ્યાજ દર (%) |
કોટક મહિન્દ્રા | 6.65 |
LIC હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ | 6.66 |
SBI | 6.70 |
ICICI | 6.70 |
HDFC બેંક | 6.70 |
એક્સિસ બેંક | 6.75 |
યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા | 6.80 |
પંજાબ નેશનલ બેંક | 6.80 |
બેંક ઓફ બરોડા | 6.85 |
બેંક ઓફ ઇન્ડિયા | 6.85 |
અહીં સમજો કોટક મહિન્દ્રા, LIC અને SBIમાંથી લોન લેવા પર કેટલું વ્યાજ અને હપ્તો આવશે.
લોનની રકમ (રૂપિયામાં) | સમયગાળો | વ્યાજ દર (ટકામાં) | હપ્તો (EMI) | કુલ વ્યાજ (રૂપિયામાં) |
10 લાખ | 20 વર્ષ | 6.65 | 7,544 | 8.11 લાખ |
10 લાખ | 20 વર્ષ | 6.66 | 7,550 | 8.12 લાખ |
10 લાખ | 20 વર્ષ | 6.70 | 7,574 | 8.18 લાખ |
નોંધઃ આ ગણતરી એક અંદાજ તરીકે આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
દેશ
એસ્ટ્રો
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion