Reliance Industriesએ વધુ એક મોટી કંપની ખરીદી, Metro Cash & Carryનું કર્યુ અધિગ્રહણ
મેટ્રો ઈન્ડિયાએ 2003માં ભારતમાં તેની વ્યવસાયિક કામગીરી શરૂ કરી હતી અને દેશમાં કેશ અને કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનાર પ્રથમ કંપની હતી
Reliance Industries: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડે વધુ એક કંપની હસ્તગત કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેની પેટાકંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ મારફતે જર્મન ફર્મ મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ (મેટ્રો ઈન્ડિયા)ને કુલ રૂ. 2850 કરોડમાં હસ્તગત કરી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ભારતના વિશાળ રિટેલ ક્ષેત્રમાં તેનો સિક્કો સ્થાપિત કરવાના રિલાયન્સ રિટેલના જોરશોરથી પ્રયાસોના ભાગરૂપે આ સંપાદન કર્યું છે.
મેટ્રો ઇન્ડિયા વિશે જાણો?
મેટ્રો ઈન્ડિયાએ 2003માં ભારતમાં તેની વ્યવસાયિક કામગીરી શરૂ કરી હતી અને દેશમાં કેશ અને કેરી બિઝનેસ ફોર્મેટ રજૂ કરનાર પ્રથમ કંપની હતી. હાલમાં તેના 31 મોટા સ્ટોર્સ છે અને દેશના 21 શહેરોમાં 3500 કર્મચારીઓ કંપનીમા કામ કરે છે. આ મલ્ટી-ચેનલ B2B કેશ એન્ડ કેરી હોલસેલ કંપનીની દેશમાં 30 લાખ ગ્રાહકોની પહોંચ છે અને તેમાંથી 10 લાખ ગ્રાહકો તેના દૈનિક ગ્રાહકો છે.
આ માટે તેઓ મેટ્રોના સ્ટોર નેટવર્ક અને EB2B એપનો ઉપયોગ કરે છે. મેટ્રો ઇન્ડિયાએ પોતાને કરિયાણાના બજાર માટે એક સંપૂર્ણ સ્થળ તરીકે સાબિત કર્યું છે અને દેશના કરિયાણાના દુકાનદારો અને નાના વેપારીઓ માટે વન-સ્ટોપ તૈયારી પૂરી પાડે છે.
રિલાયન્સ રિટેલ ઈશા અંબાણીના હાથમાં
અબજોપતિ મુકેશ અંબાણીએ આ કંપનીની કમાન તેમની પુત્રી ઈશા અંબાણીને સોંપી છે અને છેલ્લી એજીએમમાં પણ આની જાહેરાત કરી છે.
Year Ender 2022: મોંઘી EMI નો માર, જાણો કેવી રીતે RBIના રેપો રેટમાં વધારાએ દરેક ઘરનું બજેટ બગાડ્યું!
EMI Hike In 2022: વર્ષ 2022 સમાપ્ત થવામાં છે. પરંતુ આ વર્ષ મોંઘવારીના નામે રહ્યું છે. કમરતોડ મોંઘવારીએ લોકોના રસોડાના બજેટને બગાડ્યું છે અને સાથે સાથે મોંઘી EMIએ પડતા પર પાટુ જેવો ઘાટ ધડ્યો છે. મોંઘવારી પર અંકુશ લગાવવાના નામે આરબીઆઈએ 7 મહિનામાં તેના પોલિસી રેટ રેપો રેટમાં પાંચ વખત વધારો કર્યો, જેના પરિણામે લોકોની EMI આકાશને આંબી ગઈ. આવક ન વધી પણ ખર્ચ વધી ગયો.
4 મે, 2022 થી, આરબીઆઈએ રિટેલ ફુગાવાના વધારાને કારણે રેપો રેટ વધારવાની પ્રક્રિયા શરૂ કરી. પાંચ નાણાકીય નીતિ બેઠકોમાં, આરબીઆઈએ વિવિધ તબક્કામાં રેપો રેટ 4 ટકાથી વધારીને 6.25 ટકા કર્યો હતો. એટલે કે રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પરિણામે, જેમણે પહેલેથી જ હોમ લોન લીધી હતી, તેમને સૌથી વધુ ફટકો પડ્યો હતો. બેંકો અથવા હોમ ફાઇનાન્સ કંપનીઓ કે જેઓ પાસેથી ઘર ખરીદનારાઓએ હોમ લોન લીધી હતી, તે નાણાકીય સંસ્થાઓએ હોમ લોન પર વ્યાજદર વધારવાનું શરૂ કર્યું. જે બાદ લોકોની EMI મોંઘી થઈ ગઈ.
કોરોના સમયગાળા દરમિયાન વ્યાજ દરો ઘણા નીચે આવ્યા હતા. હોમ લોન પર વ્યાજ દર ઘટીને 6.65 ટકા થયો હતો. જેનો લાભ હાઉસિંગ સેક્ટરને મળ્યો હતો. મકાનોની માંગ વધી. બેંકોને ઘણો ફાયદો થયો. પરંતુ 2022માં હોમ લોનના વ્યાજ દરોએ યુ-ટર્ન લીધો હતો. હવે વ્યાજ દર આસમાને પહોંચી ગયા છે, તો ચાલો હવે તમને જણાવીએ કે 2022માં મોંઘા EMIનો બોજ લોકો પર કેવી રીતે પડ્યો.