(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના કહેરની વચ્ચે ખાદ્યતેલના ભાવમાં લાલચોળ તેજી, ડબ્બાનો ભાવ 3000 રૂપિયા સુધી જઈ શકે છે!
એક વર્ષમાં ભાવમાં લગભગ 700થી 1000 રૂપિયા જેટલો ભાવ વધારો છે. આ વર્ષે સીંગતેલનો ભાવ 2700ને પાર પહોંચ્યો છે. ગત વર્ષે સિંગતેલનો ડબો 2200 રૂપિયા હતો.
સતત તેલના વધતા ભાવ વધારા વચ્ચે ગૃહિણીઓ માટે રાહતના સમાચાર. ખાદ્યતેલના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધપાત્ર ઘટાડો છે. સિંગતેલના ભાવમાં ગયા અઠવાડિયે 70 રૂપિયા જેટલો ઘટાડો થયો છે. અને કપાસિયા તેલમાં 75 રૂપિયાનો ઘટાડો નોંધાયો.
તો પામોલીન તેલમાં 80, સનફ્લાવર તેલમાં 75 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. હાલ સિંગતેલના ભાવ 2650 રૂપિયા છે. અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2 હજાર 400થી 2 હજાર 450 રૂપિયા છે. તો પામોલિન તેલનો ભાવ 2100થી 2150 રૂપિયા છે. સનફાવર તેલનો હાલનો ભાવ 2600થી 2700 રૂપિયા છે. અત્યારે ભલે અલગ-અલગ તેલના ભાવમાં ઘટાડો આવ્યો હોય. પરંતુ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે હજુ પણ ભાવ વધારે છે.
એક વર્ષમાં ભાવમાં લગભગ 700થી 1000 રૂપિયા જેટલો ભાવ વધારો છે. આ વર્ષે સીંગતેલનો ભાવ 2700ને પાર પહોંચ્યો છે. ગત વર્ષે સિંગતેલનો ડબો 2200 રૂપિયા હતો. એક વર્ષમાં સીંગતેલમાં ભાવમાં 700 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. કપાસિયા તેલમાં ડબે આઠ દિવસમાં 50 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલનો ડબો 2450 થી 2500ની સપાટીએ પહોંચ્યો છે.
કપાસિયા તેલના ભાવ ગત વર્ષે 1370 થી 1400 રૂપિયા હતા. એક વર્ષમાં કપાસિયા તેલના ડબે રૂપિયા એક હજારનો વધારો થયો છે. પામોલોન તેલના ભાવ 2100 રૂપિયા ભાવ છે. ગયા વર્ષે 1150 થી 1200 રુપિયા ભાવ હતો. પામોલિન તેલના પણ એક વર્ષમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. સનફલાવરના ભાવ 2700 રૂપિયા ડબાનો ભાવ હતો. ગત વર્ષે 1500 રૂપિયા ભાવ હતા. એક વર્ષમાં સનફ્લાવર તેલમાં 1200 રૂપિયા વધારો થયો છે.
વેપારીઓનું કહેવું છે કે ગ્લોબલ બજારમાં તેલના ભાવમાં વધારો થતા ભાવ વધ્યા છે. અને આ વર્ષના અંત સુધીમાં 3 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર ઓઇલ મિલર એસોસિએશનનું કહેવું છે કે, છેલ્લા વર્ષોમાં વિદેશમાં સિંગદાણાની ડિમાન્ડ વધી છે. અને ઓઇલ મિલરોને પુરતા પ્રમાણમાં મગફળી ના મળતા ભાવ વધ્યા છે.
લોકલ બજારમાં સિંગતેલની પહેલા કરતા ડિમાન્ડ વધી છે. અને પુરતા પ્રમાણમાં સિંગતેલ પુરુ ના પાડી શકતા ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂત સંગઠનો માની રહ્યાં છે કે અતિવૃષ્ટિના કારણે મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો તે સ્વભાવિક છે. પરંતુ ખેડૂતોને મળતા મગફળીના ભાવ અને સિંગતેલના ભાવમાં વિસંગતતા છે.