આગામી સોમવારે શેરબજારમાં નહી થાય ટ્રેડિંગ, BSE-NSE રહેશે બંધ, જાણો કારણ?
આવતા સપ્તાહે સોમવારે શેરબજાર બંધ રહેશે કે ખુલશે તે રિટેલ રોકાણકારો માટે મોટો પ્રશ્ન છે. BSE અને NSEની જેમ એમસીએક્સ પર પણ કોમોડિટીઝની ટ્રેડિંગ થાય છે

Stock Market Holiday: આવતા સપ્તાહે સોમવારે શેરબજાર બંધ રહેશે કે ખુલશે તે રિટેલ રોકાણકારો માટે મોટો પ્રશ્ન છે. જવાબ હા છે. સોમવારે એટલે કે 20મી મેના રોજ નેશનલ સ્ટોક એક્સચેન્જ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ બંન્ને બંધ રહેશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ઉપલબ્ધ કેલેન્ડર મુજબ, લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે સોમવારે એટલે કે 20મી મેના રોજ મતદાન થવાનું છે, જેના કારણે શેરબજારો બંધ રહેશે. 20મી મેના રોજ શેરબજારમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ સમયગાળા દરમિયાન, રિટેલ રોકાણકારો શેર ખરીદી કે વેચી શકશે નહીં.
શું MCX માં ટ્રેડિંગ થશે?
BSE અને NSEની જેમ એમસીએક્સ પર પણ કોમોડિટીઝની ટ્રેડિંગ થાય છે. સોમવારે એટલે કે 20મી મેના રોજ MCX પર કોઈ ટ્રેડિંગ થશે નહીં. MCX 20મી મેના રોજ બંધ રહેશે. MCX પર સવારે 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ટ્રેડિંગ થાય છે.
21 મેથી શરૂ થશે ટ્રેડિંગ
જો કે, 21 મેથી બજારમાં ફરીથી ટ્રેડિંગ શરૂ થશે. 20મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેના કારણે બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે આ અઠવાડિયે શનિવારે એટલે કે 18 મેના રોજ માર્કેટમાં ટ્રેડિંગ થશે. આ ટ્રેડિંગ 2 સેશનમાં થશે. પ્રથમ સત્ર સવારે 9.15 થી શરૂ થશે અને સવારે 10 વાગ્યા સુધી ચાલશે. આ સિવાય બીજું સત્ર સવારે 11.30 થી 12.30 સુધી ચાલશે.
શનિવાર એટલે કે 18, મેના રોજ ખાસ ટ્રેડિંગ બંધ થઈ ગયું છે. 18 મે, 2024 ના રોજ શેરબજાર બે સત્રોમાં ખુલ્યું અને ઝડપથી બંધ થયું હતું. સેન્સેક્સ ફરી એકવાર 74000ના સ્તરને પાર કરીને બંધ થયો છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં 88 પોઈન્ટની તેજી જોવા મળી હતી જ્યારે નિફ્ટી 35 પોઈન્ટ ઉછળીને 22,502 પર બંધ થયો. બીએસઈના ટોચના 30 લિસ્ટેડ શેરમાંથી 23 શેરમાં તેજી જોવા મળી હતી. નેસ્લે ઈન્ડિયાના શેરમાં સૌથી વધુ 2 ટકાનો વધારો થયો હતો.
મિડકેપ અને બેન્કિંગ સેક્ટર પણ તેજી સાથે બંધ થયા છે. શેરબજાર શનિવારે બંધ રહે છે, પરંતુ આજે સ્પેશ્યલ ટ્રેડિંગ માટે ઓપન રહ્યું હતું. વાસ્તવમાં શેરબજારમાં કોઈપણ કટોકટીનો સામનો કરવા માટેની તૈયારી ચકાસવા માટે આ સ્પેશ્યલ ટ્રેડિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં પ્રાઇમરીથી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર શિફ્ટ કરવામાં આવે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
