Indore: શિફ્ટ પૂર્ણ થતાં જ ઓફિસની સિસ્ટમ કહેશે- 'પ્લીઝ ગો હોમ...', IT કંપનીએ લાગુ કર્યો આ નિયમ
તન્વી ખંડેલવાલે થોડા દિવસો પહેલા LinkedIn પર આ પોસ્ટ શેર કરી હતી.

Indore Based IT Company's Automated System: તમે ઓફિસમાં શિફ્ટ સમાપ્ત થયા પછી પણ કામ કરી રહ્યા છો અને વિચારી રહ્યા છો કે જો એવું થાય કે તમારું કામ શિફ્ટના કલાકોમાં પૂરું થઈ જવું જોઈએ. વાસ્તવમાં ઈન્દોરની એક આઈટી કંપનીએ પોતાના કર્મચારીઓ માટે એવી ઓટોમેટેડ સિસ્ટમ બનાવી છે જે તેમની શિફ્ટ પૂર્ણ થતાની સાથે જ તેમની કોમ્પ્યુટર સિસ્ટમને ઓટોમેટિક બંધ કરી દે છે.
SoftGrid Computers ના હ્યુમન રિસોર્સ એક્સપર્ટ તન્વી ખંડેલવાલે LinkedIn પર ચેતવણી સાથેનો ફોટો પોસ્ટ કર્યો છે. આમાં તેમણે ખુલાસો કર્યો છે કે તેમની કંપનીએ તેમના કર્મચારીઓના ઓફિસ ડેસ્કટોપમાં તંદુરસ્ત કાર્યશૈલીના વાતાવરણને પ્રોત્સાહન આપવા માટે એક રિમાઇન્ડર ઇન્સ્ટોલ કર્યું હતું.
રિમાઇન્ડરમાં શું હતું?
તન્વી ખંડેલવાલના લિંક્ડઇન પર પોસ્ટ કરાયેલા ફોટામાં લખ્યું હતું કે "ચેતવણી!!! તમારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે. ઓફિસ સિસ્ટમ 10 મિનિટમાં બંધ થઈ જશે. કૃપા કરીને ઘરે જાવ!" તન્વીના કહેવા પ્રમાણે, આ મેસેજ ફર્મના તમામ કર્મચારીઓની શિફ્ટ પૂરી થયા પછી તેમના ડેસ્કટોપ પર દેખાય છે.
તેમની પોસ્ટમાં ખંડેલવાલે લખ્યું હતું કે જ્યારે તમારું કમ્પ્યુટર તંદુરસ્ત કાર્યશૈલીને પ્રોત્સાહન આપે છે ત્યારે તમારે "તમારા મૂડને સારો બનાવવા માટે કોઈ મંડે મોટિવેશન અથવા ફન ફ્રાઈડે"ની જરૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે આ અમારી ઓફિસની વાસ્તવિકતા છે. હા, આ યુગમાં અમે કામના કલાકો અને ખુશનુમા વાતાવરણમાં માનીએ છીએ."
પોસ્ટ પર 37 લાખથી વધુ રિએક્શન આવ્યા
તન્વી ખંડેલવાલે થોડા દિવસો પહેલા LinkedIn પર આ પોસ્ટ શેર કરી હતી. ત્યારથી આ પોસ્ટ પર 374,000 થી વધુ લોકોએ તેમની પ્રતિક્રિયા આપી છે. એટલું જ નહીં, આના પર અત્યાર સુધીમાં 6,700 થી વધુ કમેન્ટ્સ પણ આવી ચૂકી છે. આઇટી ફર્મ સોફ્ટગ્રીડની આ પહેલની ઘણા લોકોએ પ્રશંસા કરી હતી.
કેટલાક માનતા હતા કે તે તેને નિયંત્રણમાં રાખવા જેવું છે. ઘણા યુઝર્સે એવી પણ દલીલ કરી હતી કે આ પગલાથી કર્મચારીઓ પર કામના કલાકો સાથે કડક સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનું અયોગ્ય દબાણ આવશે, ખાસ કરીને જો કામને ઓવરટાઇમની જરૂર હશે તો.
એક યુઝરે લખ્યું હતું કે "યોગ્ય વર્ક કલ્ચર બનાવવાની અનોખી રીત." બીજી તરફ એક LinkedIn યુઝર્સે જણાવ્યું હતું કે, "તે રિવર્સ સાયકોલોજી છે જે સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવાનું દબાણ ઉભું કરશે. આપણે માણસોના વ્યવહારને નિયંત્રિત કરવાનું ટાળવું જોઈએ અને કર્મચારીઓને તેમની સમયમર્યાદાનું જાતે પાલન કરવા દેવું જોઇએ.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
