Vijay Shekhar Sharma: પેટીએમને લઈ મોટા સમાચાર, વિજય શેખર શર્માએ પેમેંટ્સ બેંકના ચેરમેન પદેથી આપ્યું રાજીનામું
Paytm News: પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ બોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે.
Vijay Shekhar Sharma: પેટીએમને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડિજિટલ પેમેન્ટ કંપની Paytm એ સોમવારે જણાવ્યું હતું કે કંપનીના સ્થાપક વિજય શેખર શર્માએ Paytm પેમેન્ટ બેન્કના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેનના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે PPBLના બોર્ડ સભ્ય પદ પરથી પણ રાજીનામું આપી દીધું છે. પેટીએમ પેમેન્ટ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ બોર્ડમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. કંપનીએ સ્ટોક એક્સચેન્જને આ માહિતી આપી છે.
વિજય શેખર શર્માના રાજીનામા બાદ બેંકના બોર્ડની પણ પુનઃરચના કરવામાં આવી છે. હવે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ચેરમેન શ્રીનિવાસન શ્રીધર બોર્ડના સભ્ય હશે. આ ઉપરાંત નિવૃત્ત IAS દેવેન્દ્રનાથ સારંગી, બેન્ક ઓફ બરોડાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર ગર્ગ અને નિવૃત્ત IAS રજની સેખરી સિબ્બલ બોર્ડના સભ્યો હશે.
Paytm પેમેન્ટ બેંકના અસ્તિત્વ પર પ્રશ્ન
આરબીઆઈની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેંકના અસ્તિત્વ પર સવાલ ઉઠ્યા છે. વિજય શેખર શર્મા આ બેંકના સૌથી મોટા શેરધારક છે. આરબીઆઈની કડકાઈ બાદ હવે બેંક પાસે કોઈ કામકાજ બાકી નથી.
Paytm એ તેનું એકાઉન્ટ એક્સિસ બેંકમાં શિફ્ટ કર્યું
One97 કોમ્યુનિકેશન, fintech કંપની જે Paytm બ્રાન્ડની માલિકી ધરાવે છે, તેણે તેનું નોડલ એકાઉન્ટ Paytm પેમેન્ટ્સ બેંકમાંથી Axis બેંકમાં શિફ્ટ કર્યું છે. આ પગલાથી, Paytm QR, સાઉન્ડબોક્સ, કાર્ડ મશીન સંબંધિત સેવાઓ ભારતીય રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત 15 માર્ચની તારીખ પછી પણ ચાલુ રાખી શકશે. રિઝર્વ બેંકે Paytm પેમેન્ટ બેંક લિમિટેડ (PPBL) ના ગ્રાહકો અને વેપારીઓને 15 માર્ચ સુધીમાં તેમના ખાતા અન્ય બેંકોમાં ટ્રાન્સફર કરવાની સલાહ આપી છે. કંપનીએ એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેણે સીમલેસ મર્ચન્ટ સેટલમેન્ટ્સ ચાલુ રાખવા માટે તેનું નોડલ એકાઉન્ટ એક્સિસ બેન્ક (એસ્ક્રો એકાઉન્ટ ખોલીને) ટ્રાન્સફર કર્યું છે.
બે ડિરેક્ટરો આપી ચુક્યા છે રાજીનામું
પેટીએમના સ્થાપકના રાજીનામા પહેલા બે સ્વતંત્ર ડિરેક્ટરોએ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું હતું. પૂર્વ બેન્ક ઓફ અમેરિકા અને પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સ (PWC)ના એક્ઝિક્યુટિવ શિંજિની કુમારે ડિસેમ્બરમાં રાજીનામું આપ્યું હતું, જ્યારે બીજી તરફ SBIના ભૂતપૂર્વ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર મંજુ અગ્રવાલે પણ બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે.
Vijay Shekhar Sharma steps down as chairman of Paytm Payments Bank; bank reconstitutes board: Regulatory filing
— Press Trust of India (@PTI_News) February 26, 2024