Shocking: સ્કૂલમાં શિક્ષકે બાળકને આપી સજા, ઉઠક-બેઠક કરતા વિદ્યાર્થી ઢળી પડ્યો, મોતને ભેટ્યો
ઓડિશાના જાજપુર જિલ્લામાં, સરકારી શાળાના ચોથા ધોરણના વિદ્યાર્થીને એક શિક્ષક દ્વારા કથિત રીતે ઉઠક- બેઠક કરવા દબાણ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષક દ્વારા સિટ-અપ કરવાની ફરજ પાડવામાં આવતા વિદ્યાર્થીનું મોત થઇ ગયું.
ઓડિશાના જાજપુરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શાળાના વર્ગો દરમિયાન, એક દસ વર્ષનો વિદ્યાર્થી તેના મિત્રો સાથે શાળાના પરિસરમાં રમી રહ્યો હતો. ગુસ્સે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીને સિટ-અપની સજા ફટકારી. સિટ-અપ કરતી વખતે વિદ્યાર્થીની તબિયત લથડી હતી. બાદમાં તેમનું મૃત્યુ થઇ ગયું.
ઓડિશાના જાજપુર જિલ્લામાં, સરકારી શાળાના ચોથા ધોરણના વિદ્યાર્થીને એક શિક્ષક દ્વારા કથિત રીતે ઉઠક- બેઠક કરવા દબાણ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શિક્ષક દ્વારા સિટ-અપ કરવાની ફરજ પાડવામાં આવતા વિદ્યાર્થીનું મોત થઇ ગયું. મૃતક વિદ્યાર્થી જાજપુર જિલ્લાના રૂદ્ર નારાયણ સેઠી ઓરલી સ્થિત સૂર્ય નારાયણ નોડલ ઉચ્ચ પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, મંગળવારે બપોરે એક દસ વર્ષનો વિદ્યાર્થી ચાર સાથી વિદ્યાર્થીઓ સાથે રમતા જોવા મળ્યો હતો. તે સમયે લગભગ બપોરના 3 વાગ્યા હતા અને ક્લાસ ચાલુ હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, એક શિક્ષકે તેમને જોયા ગુસ્સે થતાં તેમને ઉઠક બેઠક કરવાની સજા આપી હતી.
મળતી માહિતી મુજબ, રુદ્ર સિટ-અપ દરમિયાન પડી ગયો હતો અને ત્યારબાદ માતા-પિતાને ઘટનાની જાણ કરવામાં આવી હતી. તે રસૂલપુર બ્લોક પાસેના ઓરલી ગામનો રહેવાસી છે.
ઉઠક -બેઠક દરમિયાન વિદ્યાર્થીનું મોત
ઉઠક બેઠક દરમિયાન વિદ્યાર્થી પડી જતાં. વિદ્યાર્થીને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને આખરે મંગળવારે રાત્રે SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કટકમાં લઈ જવામાં આવ્યો હતો જોકે અહીં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતો.રસૂલપુર બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO) નીલાંબર મિશ્રાનું કહેવું છે કે, તેમને હજુ સુધી આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. જો કોઈ ફરિયાદ મળશે તો વિભાગીય કાર્યવાહી કરશે અને ગુનેગારને સજા કરશે.
શાળા વિભાગે તપાસ શરૂ કરી
કુઆખિયા પોલીસ સ્ટેશનના આઈઆઈસી શ્રીકાંત બારિકે કહ્યું કે, તેમને કોઈની પણ ફરિયાદ મળી નથી. તેણે કહ્યું, “બાળકના પિતા કે શાળાએ એફઆઈઆર નોંધાવી નથી. તેથી, અમે શાળામાં મૃત્યુ અંગે કોઈ કેસ નોંધ્યો નથી.આ અંગેની સંપૂર્ણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે અને જે પણ દોષિત હશે તેમની સામે કાયદાકિય કરવામાં આવશે.
આ પણ વાંચો
Uttarkashi Tunnel Rescue Operation: આઠ વાગ્યા સુધીમાં બહાર આવી શકે છે સુરંગમાં ફસાયેલા મજૂરો, રેસ્ક્યૂ ટીમના સભ્યએ આપી જાણકારી
Israel-Hamas war: ગાઝામાં સીઝફાયર અગાઉ ઇઝરાયલના હુમલામાં 100 લોકોના મોત, હમાસ સાથેની ડીલ તૂટવાનો ખતરો