શોધખોળ કરો
Advertisement
અમદાવાદની હોસ્પિટલમાં આગથી મોતને ભેટેલા મૃતકોના પરિવારને કેટલા રૂપિયાની મળશે સહાય?
કેન્દ્ર સરકાર તરફથી બે લાખ અને રાજ્ય સરકાર તરફથી 4 લાખ મળી મૃતકોના પરિવારને કુલ 6 લાખ રૂપિયાની સહાય મળશે. જ્યારે ઘાયલોને રાજ્ય અને કેન્દ્ર તરફથી 50-50 હજાર મળી કુલ એક લાખ રૂપિયાની સહાય મળશે.
ગાંધીનગરઃ અમદાવાદના સ્ટેડિયમ વોર્ડમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. કોવિડ કેર સેન્ટર તરીકે કાર્યરત હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આવેલી હોસ્પિટલમાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગની દુઘર્ટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.
જ્યારે પ્રધાનમંત્રી મોદીએ મૃતકોને રૂપિયા બે લાખની અને ઘાયલોને રૂપિયા 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આમ, કેન્દ્ર સરકાર તરફથી બે લાખ અને રાજ્ય સરકાર તરફથી 4 લાખ મળી મૃતકોના પરિવારને કુલ 6 લાખ રૂપિયાની સહાય મળશે. જ્યારે ઘાયલોને રાજ્ય અને કેન્દ્ર તરફથી 50-50 હજાર મળી કુલ એક લાખ રૂપિયાની સહાય મળશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ દુર્ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. તેમણે આ બનાવની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ આઇએએસ અધિકારી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે. મુખ્યમંત્રીએ તેમને આ સમગ્ર ઘટના કઈ રીતે બની તે અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને જવાબદાર લોકોની જવાબદારી નક્કી કરવા સહિતનો અહેવાલ રાજ્ય સરકારને આપવા સૂચનાઓ પણ આપી છે.
મૃતકોના નામ
- આયશાબેન તિરમીજી, પાલડી
- જ્યોતિબેન સિંધી, ખેરાલુ
- અરવિંદભાઈ ભાવસાર, મેમનગર
- નવીનલાલ શાહ, ધોળકા
- આરીફ મન્સુરૂ, વેજલપુર
- લીલાવતીબેન શાહ, વાસણા
- નરેન્દ્રભાઈ શાહ, ધોળકા
- મનુભાઈ ઈશ્વરભાઈ રામી, મેમનગર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement