Election update 2022 LIVE : ફરી બનશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, બેઠક બાદ સત્તાવાર જાહેરાત
Election Results 2022: ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી મળી છે. બંને રાજ્યોમાં સરકારની રચનાને કવાયત શરૂ થઇ ગઇ છે.
LIVE
Background
Election Results 2022: ગુજરાતમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફર્યું છે. હિમાચલમાં કોંગ્રેસને બહુમતી મળી છે. બંને રાજ્યોમાં સરકારની રચનાને કવાયત શરૂ થઇ ગઇ છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે સરકાર રચવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપ તેની સાતમી ટર્મ માટે તૈયારી કરી રહ્યું છે ત્યાં સ્થિતિ સ્પષ્ટ છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. જો કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસમાં સીએમ પદ માટે મંથન ચાલી રહ્યું છે. જાણો બંને રાજ્યોની સરકારની રચના સાથે જોડાયેલી મોટી બાબતો.
Election Update 2022: ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલે રાજયપાલ સરકાર સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો રજૂ
ગાંધીનગરઃ ગુજરાતમાં ફરી એક વખત ભૂપેન્દ્ર ભાઈ પટેલને સત્તાની બાગડોર સોંપવામાં આવી છે. ધારાસભ્ય દળની બેઠકમાં પ્રસ્તાવ મંજૂર થયા બાદ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે મળીને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. આજે સી.આર.પાટિલ અને ભૂપેન્દ્ર પટેલ 4 વાગ્યે દિલ્લી જવા થશે રવાના
Election Update: ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે સતાવાર જાહેરાત
ધારાસભ્યના દળની બેઠક બાદ આખરે ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રીના પદ માટે સતાવાર જાહેરાત થઇ ચૂકી છે. કનુભાઇ પટેલે આ નામનો પ્ર્સ્તાવ રજૂ કર્યો હતો અને ત્યારબાદ તમામ ધારાસભ્યોએ આ નામને સમર્થન આપ્યું હતું. તો હવે ફરીથી ગુજરાતનું સુકાન ભૂપેન્દ્ર પટેલ જ સંભાળશે. હવે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરાશે. બપોરે 2 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવાવનો પ્રસ્તાવ રજૂ કરશે.
Election Update 2022: ભાજપ ધારાસભ્ય દળની બેઠર શરૂ, મુખ્યમંત્રીના નામની સત્તાવાર થશે જાહેરાત
Election Update 2022: આજે ધારાસભ્ય દળની બેઠક મળી રહી છે. આ બેઠક બાદ આજે મુખ્યમંત્રીના નામની સત્તાવાર જાહેરાત થશે,. કમલમમાં તમામ ધારાસભ્યો હાજર રહ્યાં છે. આ બેઠકમાં ત્રણ કેન્દ્રીય નિરિક્ષકો પણ ઉપસ્થિત છે. વિધાયક દળની બેઠકમાં સીએમના નામની જાહેરાત માટે કનુ દેસાઈ પ્રસ્તાવ મૂકશે અને આ પ્રસ્તાવને પુર્ણેશ મોદી, શંકર ચૌધરી, મનીષા વકીલ અને રમણલાલ વોરા ટેકો જાહેર કરશે
Election Update 2022: કમલમમાં ભાજપ કોર કમિટિની બેઠક શરૂ, આ મુદ્દે મંથન
Election Update 2022:ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ બાદ હવે ભાજપ સરકારની ફરી વાપસી થઇ છે. નવા મંત્રીમંડળની રચના અને મુખ્યમંત્રીના નામના પ્રસ્તાવ પહેલા આજે ભાજપના ધારાસભ્યોની બેઠક મળી રહી છે. બેઠકમાં ત્રણેય કેન્દ્રીય નિરિક્ષકો પણ હાજર છે. સીએમ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવાની માત્ર ઔપચારિકતા બાકી છે,. જે બેઠક બાજ સતાવાર રીતે જાહેર થશે.
Election Update 2022: કમલમૂ પહોચ્યાં રાજનાથ, દિગ્ગજ નેતાઓ વચ્ચે થશે બેઠક
Election Update 2022: આજે વિધાનસભા દળની બેઠર મળી રહી . ગુજરાત ભાજપના નેતાઓ સાથે નિરીક્ષકોની બેઠક થશે, રાજનાથસિંહ અને મુખ્ય નેતાઓ વચ્ચે મંથન થશે. બેઠકમાં ભપેન્દ્ર પટેલ, સી આર પાટિલ સહિતના નેતાઓ હાજર રહેશે. ધારાસભ્યો સાથેની બેઠક પહેલા ભાજપના નેતાઓની અગત્યની બેઠક મળી રહી છે.