શોધખોળ કરો

Vav Assembly By Elections 2024: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ૧૮ દાવેદારો મેદાનમાં

ભાભર ખાતે યોજાયેલી બેઠકમાં ૫૪માંથી ૩૬ દાવેદારોએ ઉમેદવારી પાછી ખેંચી.

Vav assembly election 2024: વાવ વિધાનસભાની આગામી પેટા ચૂંટણીને લઈને ભાભર ખાતે ભાજપના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટિકિટ માટે કુલ ૫૪ દાવેદારો હાજર રહ્યા હતા, જેમાંથી ૩૬ દાવેદારોએ પક્ષના હિતમાં પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી હતી. હવે બાકી રહેલા ૧૮ દાવેદારોમાંથી ૯ ઉમેદવારોને આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવા માટે પાર્ટી તરફથી સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ ૯ ઉમેદવારોને ફોન કરીને ફોર્મ ભરવા માટે જાણ કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીમાં ભાજપ દ્વારા મજબૂત ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે.

બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

વાવ બેઠકની ચૂંટણીની જાહેરાતને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે. વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું. લોકસભામાં વાવ વિધાનસભાનું પરિણામ ભાજપ માટે પોઝિટિવ હતું.

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, આગામી 13મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. જેને લઇને હવે કોંગ્રેસની સાથે સાથે ભાજપે વાવા બેઠક પર યોગ્ય ઉમેદવાર ઉતારવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજથી બનાસકાંઠાની આ હાઇ પ્રૉફાઇલ થઇ ચૂકેલી બેઠક પર ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ થઇ છે. આમાં ત્રણ નિરીક્ષકો વાવ બેઠક માટે ઉમેદવારોની સેન્સ લેશે.

નોંધનીય છે કે, આ પહેલા વાવ બેઠક પર ભાજપના પાંચ દાવેદારોના નામની મજબૂત ચર્ચા થઇ રહી છે, જેમાં વાવ સ્ટેટના રાણા ગજેંદ્રસિંહ ચૌહાણનું નામ સૌથી આગળ ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત પૂર્વ કાયદામંત્રીના પૌત્ર રજનીશ ચૌધરી અને 2022માં ચૂંટણી લડી ચૂકેલા સ્વરૂપજી ઠાકોરનું નામ પણ ચર્ચામાં છે. ભાજપ નેતા માવજી પટેલ અને પરબતભાઈ પટેલના પુત્ર શૈલેષ પટેલનું નામ પણ ટિકીટની રેસમાં છે.

આ પણ વાંચોઃ

Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vav Assembly By Elections 2024: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ૧૮ દાવેદારો મેદાનમાં
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ૧૮ દાવેદારો મેદાનમાં
Chief Justice of India: જસ્ટિસ સંજીવ ખન્ના હશે દેશના આગામી ચીફ જસ્ટિસ,આ તારીખે સંભાળશે કાર્યભાર

Maharashtra Election 2024: મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?
મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીનો સાચો ઉજાસHun To Bolish: હું તો બોલીશ: ભાજપના નેતાનો ભડાકોVav By Poll 2024: વાવ બેઠકની પેટાચૂંટણી: કોંગ્રેસના ઠાકરશી રબારી નારાજ !Jamnagar News: જામનગરની સામાન્ય સભા બની વિવાદિત, બ્લેક લીસ્ટ કંપનીનો ફરી કામ સોંપવા ધારાસભ્યની માગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vav Assembly By Elections 2024: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ૧૮ દાવેદારો મેદાનમાં
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ૧૮ દાવેદારો મેદાનમાં
Chief Justice of India: જસ્ટિસ સંજીવ ખન્ના હશે દેશના આગામી ચીફ જસ્ટિસ,આ તારીખે સંભાળશે કાર્યભાર
Chief Justice of India: જસ્ટિસ સંજીવ ખન્ના હશે દેશના આગામી ચીફ જસ્ટિસ,આ તારીખે સંભાળશે કાર્યભાર
Maharashtra Election 2024: મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
મુસ્લિમ મતદારોની પસંદ ઉદ્ધવ? સર્વેના આંકડાથી મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ!
મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?
મોંઘવારીનો 'ડબલ ડોઝ', મોબાઇલ રિચાર્જ બાદ હવે TV જોવું પણ થશે મોંઘું?
સતત 4 દિવસ બંધ રહેશે શેર બજાર? દિવાળી પર માર્કેટમાં રજાઓ ક્યારે છે?

jammu kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ
jammu kashmir: LOC પાસે સેનાના વાહન પર આતંકી હુમલો, 5 જવાન ઘાયલ
Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ
સ્વામી રામભદ્રાચાર્યએ અભિનવ અરોડાને સ્ટેજ પરથી ઉતાર્યો નીચે, વીડિયો વાયરલ થયા બાદ લોકો કરી રહ્યા છે મજેદાર કમેન્ટ

Embed widget