![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Accident:અમદાવાદ ઓવર સ્પીડ વાહને વધુ એકનો લીધો ભોગ, પૂરપાટ ઝડપે આવતી કારે બાળકીને કચડી નાખી
અમદાવાદ રોડ અકસ્માતે માસૂમ બાળકીનો ભોગ લીધો. ટ્રાફિક પોલીસે આરોપીને ધરપકડ કરી છે.
![Accident:અમદાવાદ ઓવર સ્પીડ વાહને વધુ એકનો લીધો ભોગ, પૂરપાટ ઝડપે આવતી કારે બાળકીને કચડી નાખી A girl died after being crushed by an over speeding car in Ahmedabad makarba railway crossing Accident:અમદાવાદ ઓવર સ્પીડ વાહને વધુ એકનો લીધો ભોગ, પૂરપાટ ઝડપે આવતી કારે બાળકીને કચડી નાખી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/24/6e4911444a3fed1526bee176cb5ed1d5170338056984281_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Accident:અમદાવાદના મકરબા રેલવે ક્રોસિંગ નજીક 7 માસની બાળકી પર કાર ફરી વળતા માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પૂરપાટ ઝડપે આવતી કારે બાળકીની એવી રીતે અડફેટે લીધી કે બાળકીને ગંભીર ઇજા થતાં માસૂમની મોત નિપજ્યું હતું. ઘટના પગલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી નરોડાના વિષ્ણુ જાંગીડ નામના શખ્સની ધરપકડ કરી છે.
તો બીજી તરફ ભાવનગરમાં નશાની હાલતમાં કારચાલકે એક વૃદ્ધને લીધા અડફેટે લેતા, વૃદ્ધને ઇજા પહોંચી હતી.
શહેરના કલેક્ટર કચેરી પરના રોડ પર નશામાં ધૂત ડ્રાઇવરે ઓવરસ્પીડમાં કાર ચલાવી અન્ય લોકોનાં જીવ પણ જોખમમાં મૂક્યાં હતા. સ્થાનિક લોકોએ આ ડ્રાઇવરને પકડીને નજીકના પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો. તપાસ કરતા GBB 9064 નંબરની કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી. ભાવનગર શહેરમાં નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવાના આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે.
રાજકોટના જેતપુરમાં પણ બાઈક ચાલકે 80 વર્ષીય વૃદ્ધા ને હડફેટે લેતા રાજકોટમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ. જેતપુર જૂનાગઢ રોડ ફાટક પાસે રોડ ક્રોસ કરતી વખતે અકસ્માત સર્જાયો હતો. વૃદ્ધાને ઇજા થતા જૂનાગઢ બાદ રાજકોટ સારવાર અર્થ શિફટ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત થયું હતું. ઉલ્લેખનિય છે કે, વૃદ્ધા તેમના ભાઈનું સ્વાસ્થ્ય ખરાબ હોવાથી ખબર અંતર પૂછવા માટે જેતપુર થી વડાલ જવા નીકળ્યા હતા દરમિયાન પૂરપાટ ઝડપે બેદરકારીથી ચાલવતા બાઇક ચાલકે તેમને અડફેટે લેતા તેમનું મોત નિપજ્યું હતું. સાંજના સમયે પોતાના ઘરે થી નીકળી વડાલ જવા નીકળીયા હતા,જેતપુર પોલીસે બાઈક ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)