શોધખોળ કરો
Advertisement
Coronavirus: અમરેલી જિલ્લામાં આજે કોરોનાના કેટલા નોંધાયા કેસ ? જુઓ લિસ્ટ
અમરેલીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 476 પર પહોંચી છે. જેમાંથી 16 વ્યક્તિના મોત થયા છે.
અમરેલીઃ ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ આવ્યા બાદ આશરે બે મહિના સુધી ગ્રીન ઝોનમાં રહ્યા બાદ અમરેલીમાં કોરોના કેસમાં વધારો થયો છે. અમરેલી જિલ્લામાં આજે 17 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. સાવરકુંડલામાં આજે 4, અમરેલીમા 3 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ખાંભામાં 3, રાજુલા અને બાબરામાં 2-2 કેસ, લાઠી, કુંકાવાવ અને ધારીમાં 1-1 કેસ નોંધાયા હતા.
અમરેલીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 476 પર પહોંચી છે. જેમાંથી 16 વ્યક્તિના મોત થયા છે. કોરોનાની સારવાર બાદ 264 લોકો ડિસ્ચાર્જ થયા છે. જિલ્લામાં હાલ 196 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. આજે પણ રાજ્યમાં 1101 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 22 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2487 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,601 એક્ટિવ કેસ છે, જ્યારે 45,587 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.
રાજ્યમાં આજે કુલ 805 દર્દી સાજા થયા હતા અને 23,255 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,14,335 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં આજે કોરોનાના કેટલા કેસ નોંધાયા, કેટલા લોકોના થયા મોત, જાણો વિગત
ગૃહ મંત્રી અમિત શાહને થયો કોરોના, જાણો કઈ રીતે લાગ્યો હોઈ શકે ચેપ ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement