શોધખોળ કરો

Garba: પ્રથમ નોરતે અંબાજીમાં માહોલ જામ્યો, ચાચર ચોકમાં મહિલાઓના ગરબાની રમઝટ, જુઓ.....

બનાસકાંઠા જિલ્લામાં આવેલા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે

Garba: ગઇકાલથી સમગ્ર દેશમાં નવરાત્રિની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે શક્તિપીઠ અંબાજીમાંથી ખાસ તસવીરો સામે આવી છે, જેમાં મહિલાઓ ચાચર ચોકમાંથી ગરબે રમતી જોવા મળી રહી છે. 

Garba: પ્રથમ નોરતે અંબાજીમાં માહોલ જામ્યો, ચાચર ચોકમાં મહિલાઓના ગરબાની રમઝટ, જુઓ.....

બનાસકાંઠા જિલ્લામાં આવેલા ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં નવરાત્રિનો માહોલ જામ્યો છે. પ્રથમ નોરતે માં અંબાના ધામ અંબાજીમાં માઇભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લાખોની સંખ્યામાં અહીં માઇભક્તો ઉમટી પડ્યા હતા. આ બધાની વચ્ચે પ્રથમ નોરતે રાત્રે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. અહીં મહિલાઓએ ગરબે રમવા નીકળી હતી. 

Garba: પ્રથમ નોરતે અંબાજીમાં માહોલ જામ્યો, ચાચર ચોકમાં મહિલાઓના ગરબાની રમઝટ, જુઓ.....

આ ઉપરાંત માઇભક્તોએ આનંદ ઉલ્લાસની સાથે નવરાત્રિના પ્રથમ દિવસની ઉજવણી કરી હતી. લાખોની સંખ્યામાં આવેલા માઇભક્તોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ હતુ, અને જય જય અંબેના નાદથી સમગ્ર ચોગાણ ગુંજી ઉઠ્યુ હતુ. 

Garba: પ્રથમ નોરતે અંબાજીમાં માહોલ જામ્યો, ચાચર ચોકમાં મહિલાઓના ગરબાની રમઝટ, જુઓ.....

Garba: પ્રથમ નોરતે અંબાજીમાં માહોલ જામ્યો, ચાચર ચોકમાં મહિલાઓના ગરબાની રમઝટ, જુઓ.....

નવરાત્રિમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ

આજથી બે દિવસ રાજ્યમાં વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. વરસાદ નવરાત્રિની મજા બગાડી શકે છે. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના લીધે ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસમાં વરસાદ વરસી શકે છે. ખેલૈયાઓના રંગમાં મેઘરાજા ભંગ પાડી શકે તેવી હવામાન વિભાગે આ ગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે આજે અમદાવાદ સહિત અરવલ્લી, મહીસાગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. જો કે રાજ્યમાં બે દિવસ બાદના ચાર દિવસ વરસાદની કોઈ સંભાવના નથી. અમદાવાદમાં આજે સાંજે છ વાગ્યાથી રાતના 11 વાગ્યા દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ વરસી શકે છે.

અગાઉ ગઇકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગે 2 થી 3 દિવસ હજુ પણ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો. ભચાઉ તાલુકાના ચોબારી ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી હતી. અરવલ્લીના માલપુરમાં મેઘરાજાની ધીમીધારે એન્ટ્રી થઇ હતી. મંગલપુર, ગોવિંદપુર, પનાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો જો કે  નવરાત્રિના પ્રથમ દિવસે વરસાદથી ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતામાં વધી છે. તો બીજી તરફ વરસાદના કારણે સોયાબીનના પાકના  નુકસાનની પણ  ભીતિ સેવાઇ રહી છે. જૂનાગઢ જિલ્લામાં પણ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી.  વિસાવદર, કેશોદ, માળિયા હાટીનાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.  કેશોદના અજાબ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદથી કેટલાક ખેતરોમાં પાણી ભરાઇ જતાં પાકના નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યાં છે.   ચોમાસાએ વિધિવત વિદાય લઇ લીધા બાદ છેલ્લા 2 દિવસથી ફરી રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ વરસાદની આગાહી કરી છે.      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget