શોધખોળ કરો

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલઃ સૂત્રાપાડામાં બે કલાકમાં જ ખાબક્યો 4 ઇંચ વરસાદ, વેરાવળમાં 2.5 ઇંચ વરસાદ

ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યમાં સવારે 6 થી 8માં 31 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યમાં સવારે 6 થી 8માં 31 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી ગીર સોમનાથ વેરાવળમાં અઢી ઈંચ વરસાદ, ગીર સોમનાથ કોડિનારમાં અઢી ઈંચ વરસાદ, ભરુચના હાસોટમાં દોઢ ઈંચ વરસાદ અને ભાવનગરના મહુવામાં એક ઈંચ જેટલો વરસાદ છે. 

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલઃ સૂત્રાપાડામાં બે કલાકમાં જ ખાબક્યો 4 ઇંચ વરસાદ, વેરાવળમાં 2.5 ઇંચ વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો અમદાવાદમાં પણ શુક્રવારે ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં ભારે વરસાદ વરસી શકે છે.

તો આવતીકાલે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ,રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્ચમાં ભારે વરસાદ વરસી શકે છે.

શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી,નર્મદા, ભરૂચ અને દિવમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

શનિવારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે, જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.

ગાંધીનગરમાં મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને પાંચ જુલાઈથી દસ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે.

વરસાદની આગાહીને પગલે રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યુ હતુ કે કચ્છમાં ગાંધીનગરથી NDRFની એક ટીમ મોકલવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય આણંદથી NDRFની ટીમ વલસાડ પહોંચી છે. જ્યારે SDRFની 11 ટીમો રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં સ્ટેંડબાય રખાઈ છે. જે પૈકી એક ટીમ પોરબંદર પહોંચી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi In Silvassa : બહેનોને ભલે ઠપકો ખાવો પડે તોય કયું કામ કરવાનું મોદીએ લોકો માંગ્યું વચન?Amit Shah: કેન્દ્રીય મંત્રી આવતીકાલથી ગુજરાતની મુલાકાતે, જાણો શું છે શિડ્યુઅલ?PM Modi In Gujarat:PM મોદીના ગુજરાત પ્રવાસને લઈને સુરતમાં તડામાર તૈયારીઓ | Abp Asmita | 7-3-2025Ahmedabad: અમદાવાદીઓને મોટી ભેટ, પકવાનથી ઈસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો બનશે ડસ્ટ ફ્રી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
ગુજરાતમાં 1.50 લાખ મહિલાઓ બની ‘લખપતિ દીદી’, 10 લાખ મહિલાઓને જોડવાનો સરકારનો ટાર્ગેટ
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
રાજ્યના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની સાગમટે બદલી, જુઓ યાદી
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
'ગણિત ઇસ્લામની દેન': કોંગ્રેસ પ્રવક્તા શમા મોહમ્મદના નવા નિવેદન પર ભાજપે લીધી આડેહાથ
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
રાજ્યના ૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ, એક પણ ખેડૂત નહિં રહે બાકાત: મંત્રી બલવંતસિંહ રાજપૂત
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Rahul Gandhi in Gujarat: પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ આપી હાજરી, આ નેતાઓ રહ્યા હાજર
Embed widget