શોધખોળ કરો
Advertisement
હાર્દિક પટેલે વિરમગામમાં કર્યું મતદાન, આ કારણે પોતાની પાર્ટીને ન આપી શક્યા વોટ
જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ તેમના હોમટાઉન વિરગામ મતદાન કરવા પહોંચ્યાં હતા.. જો કે તેઓ તેમની પાર્ટીને વોટ ન હતા આપી શક્યા
વિરમગામ : જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ તેમના હોમટાઉન વિરગામ મતદાન કરવા પહોંચ્યાં હતા.. જો કે તેઓ તેમની પાર્ટીને વોટ ન હતા આપી શક્યા
રાજ્યની 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિરમગામ મતદાન આપવા માટે પહોંચ્યાં હતા.જો કે તેઓ તેની પાર્ટીને મત ન હતા આપી શક્યા. નથી. વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ભાજપ અને અપક્ષની પેનલ છે. અહીં કોંગ્રેસને વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષનો કોઇ જ ઉમેદવાર નથી. આ જ કારણ છે. કે તેઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના પક્ષને મત ન હતા આપી શક્યા.
વિરમગામ વોટિંગ માટે પહોંચેલા પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું કે, ‘દિવસે દિવસે મતદાન ઘટી રહ્યું છે. લોકો તેમની મતદાનની જવાબદારી પ્રત્યે જાગૃત બને તે જરૂરી છે’. તેમણે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ‘લોકશાહીને મજબૂત કરવા માટે લોકશાહીના આ પર્વને વોટ કરીને સફળ અને સાર્થક બનાવો’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement