શોધખોળ કરો

Rain Update:બાયડમાં આભ ફાટ્યું, જીતપુર ગામ બન્યું તળાવ, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આફતરૂપ બની ગયો છે. બાયડમાં મૂશળધાર વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

Rain Update:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આફતરૂપ બની ગયો છે. બાયડમાં મૂશળધાર વરસાદના કારણે ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

રાજ્યમાં હાલ મોટાભાગના જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યાં છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ આફતરૂપ બની રહ્યો છે. બાયડમાં સવારથી જ સતત વરસતા વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે. અહીં બાયડ તાલુકાના જીતપુરમાં એક જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતાં  આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. અહીં જીતગામના દરેક રસ્તા જળમગ્ન બનતા જીતપુર ગામ નદી બની ગયું હોય અને પાણીમા ગરકાવ થઇ ગયું હોય તેવું સ્થિતિ સર્જાઇ છે. તઆ ગામની દરેક ગલીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

સવારથી અત્યાર સુધીમાં ક્યાં કેટલો  થયો વરસાદ

  • મહુવા 5.30 ઈંચ
  • બારડોલી 4.50 ઈંચ
  • કુકરમુડા 4.50 ઈંચ
  • વ્યારા 4.25 ઈંચ
  • ઉના 4 ઈંચ
  • વાલોડ 3.5 ઈંચ
  • નિઝર 2.75 ઈંચ
  • બાયડ 2.75 ઈંચ
  • મહેમદાવાદ 2.75 ઈંચ
  • તિલકવાડા 2.50 ઈંચ
  • સુત્રાપાડા 2.50 ઈંચ
  • સોનગઢ 2.50 ઈંચ
  • સુબિર 2.25 ઈંચ
  • બાલાસિનોર 2.25 ઈંચ
  • ડોલવડ 2 ઈંચ
  • ધનસુરા 2 ઈંચ
  • નાંદોદ  2 ઈંચ
  • મહુધા 2 ઈંચ
  • ગળતેશ્વર  2 ઈંચ
  • કોડીનાર 2 ઈંચ

Rain Forecast: આગામી 4 દિવસ 55 કિ.મીની ઝડપે પવન સાથે આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી

રાજ્યના મોટા ભાગના જિલ્લામાં હાલ મેઘ મલ્હારની સ્થિતિ છે. હવામાન વિભાગે હજુ 4 દિવસ વરસાદની આગાહી કરી છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનો અનુમાન છે.

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહયો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં હાલ વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવા ઝાપટા પડી રહ્યાં છે. હવામાન વિભાગે હજું પણ આગામી 4 દિવસ વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે પવન સાથે વરસાદનો અનુમાન છે. 55 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવનની સાથે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. ભારે પવન સાથે વરસાદના અનુમાનને જોતા  માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના અપાઇ છે.

 હવામાનના અનુમાન મુજબ કચ્છ-સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી છે. તો વરસાદની આશંકાને જોતા સુરત, વલસાડ, નવસારી અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી 4 દિવસ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ ભારે વરસાદનો અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે. આગામી 4 દિવસ સમગ્ર ગુજરાતમાં પણ ભારે વરસાદનો અનુમાન છે.

 નવસારી જિલ્લામાં આજે સવારથી મેઘરાજા મનમૂકીને વરસરી રહ્યાં છે. સમગ્ર જિલ્લામાં અહીં  સાર્વત્રિક વરસાદ પડ્યો છે. નવસારીના ચીખલી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ચીખલી સહિત આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, મૂશળધાર વરસાદ વરસતા કાવેરી નદીમાં પાણીની ભારે આવક થઇ છે. નાના ચેકડેમ પણ છલકાઇ જતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.  

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?
Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ
Gold-Silver Price: ચાંદીમાં ₹2.03 લાખનો રેકોર્ડ તોડ કડાકો! સોનું પણ થયું સસ્તું, જાણો નવા ભાવ
CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?
CERC લેબ ટેસ્ટમાં મોટો ધડાકો: ₹5-10 ના પડીકા બાળકોના હૃદય અને પેટને કેવી રીતે કરે છે બીમાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
આવતીકાલનું હવામાનઃ દેશના 22 રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ ખાબકશે, વાવાઝોડા સાથે...
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
FIFA વર્લ્ડ કપ ફાઇનલનો ફિવર: ભારતના આ બે રાજ્યોમાં સોમવારે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
સુરતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, થોડા વરસાદમાં જ આખું શહેર જળબંબાકાર, મનપાની પોલ ખુલી
Embed widget