ગુજરાત પોલીસમાં LRDની ભરતીઃ LRD બોર્ડના પ્રમુખે પરીક્ષામાં પાસ થવા માટે આપી શું મહત્વની ટીપ્સ ?
લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે આપેલી આ ટીપ્સ લાખો ઉમેદવારો માટે મહત્વની સાબિત થઈ શકે છે.
ગાંધીનગરઃ રાજ્યના પોલીસતંત્રમાં લોક રક્ષક દળ (LRD)માં 10,988 જગ્યાની ભરતી માટે ફોર્મ ભરવાનો મંગળવારે છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે કુલ 86,118 અરજી મળતાં કુલ અરજીનો આંકડો 13 લાખને પાર થઈ ગયો હતો. આ પૈકી 9,46,528 અરજી કન્ફર્મ થઈ હોવાની લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી છે.
આ પરીક્ષા માટે લાખો ઉમેદવારો મહેનત કરી રહ્યા છે ત્યારે લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે ટ્વિટર કરીને માહિતી આપી હતી કે, આ પરીક્ષા અંગે કોઈ પ્રશ્ન હોય તો વેબસાઈટ https://lrdgujarat2021.in પર જાહેરાત, નિયમો/ પરિપત્ર જોઈ લેવા. આ ઉપરાંત ફી ભરવાની બાકી હોય તો ઝડપથી તે કરી લેવું.
હસમુખ પટેલની આ માહિતી મહત્વની છે કેમ કે તેના કારણે ઉમેદવારોને પરીક્ષાનું માળખું સરળતાથી સમજવામાં મદદ મળશે. હસમુખ પટેલે પરીક્ષામાં પાસ થવા માગતા ઉમેદવારોને પાસ થવા માટે મહત્વની ટીપ્સ આપતાં કહ્યું કે, વેબસાઈટ https://lrdgujarat2021.in પર વારંવાર પૂછાતા પ્રશ્નો મૂકવામાં આવેલ છે તે પણ જોઈ લેવા. લોક રક્ષક દળ ભરતી બોર્ડના પ્રમુખ આઈપીએસ અધિકારી હસમુખ પટેલે આપેલી આ ટીપ્સ લાખો ઉમેદવારો માટે મહત્વની સાબિત થઈ શકે છે. ઉમેદવારો વારંવાર પૂછાતા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને પોતાનો સ્કોર વધારી શકે છે.
આ ઉપરાંત હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, જેમની અરજી કન્ફર્મ થઈ છે તેમની ફી સ્વિકારવાની છેલ્લી તારીખ 12 નવેમ્બર છે. ઉમેદવારોને છેલ્લી તારીખ સુધી રાહ ન જોતાં આજે જ એટલે કે બુધવારે ફી ભરી લેવા સૂચન છે. ફી ના ભરાય તો ઉમેદવાર પરીક્ષા નહીં આપી શકે તેથી હસમુખ પટેલે પહેલાં જ ફી ભરી લેવા કહ્યું છે.
ફી સ્વિકારવાની છેલ્લી તારીખ બાર નવેમ્બર છે. ઉમેદવારોને છેલ્લી તારીખ સુધી રાહ ન જોતા આજે જ ફી ભરી લેવા સૂચન છે#LRD_ભરતી
— Hasmukh Patel (@Hasmukhpatelips) November 10, 2021
હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, વ9,46,528 અરજી કન્ફર્મ થઈ તેમાં 6,92,190 અરજી પુરૂષ ઉમેદવારોની જ્યારે 2,54,338 અરજી મહિલા ઉમેદવારોની છે. હસમુખ પટેલે ટ્વિટ કરીને માહિતી આપી કે, કન્ફર્મ થયેલી અરજીનું ડેટા પ્રોસેસિંગનું કામ શરૂ કરી દેવાયું છે કે જેથી ઝડપથી શારીરિક કસોટી શરૂ કરી શકાય.