Gujarat Congress: શક્તિસિંહ ગોહિલ આજે પ્રદેશ કોંગ્રસ પ્રમુખનો આ કારણે નહિ સંભાળે કાર્યભાર
Gujarat Congress: શક્તિસંહ ગોહિલ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો ચાર્જ સંભાળવના હતા. જો તાજેતરમાં મળતા અપડેટ્સ મુજબ આ કારણસર આજે કાર્યભાર નહી સંભાળે.
Gujarat Congress: શક્તિસંહ ગોહિલ આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો ચાર્જ સંભાળવના હતા. જો તાજેતરમાં મળતા અપડેટ્સ મુજબ આ કારણસર આજે કાર્યભાર નહી સંભાળે.
શક્તિસિંહ ગોહિલે આજે ગાંધી આશ્રમ પહોંચી અને રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી, બાદ તેઓ આજે પ્રદેશ કાર્યલય પહોંચીને કોગ્રેસ પ્રદેશાધ્યક્ષનો કાર્યભાર સંભાળવાના હતા. જો કે આજે અમાસ હોવાના કારણે કાર્યભાર ન સંભાળવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથના આશિર્વાદ લઈને આવતી કાલે કાર્યભાર સંભાળવાની ઇચ્છા વ્યક્ત કરી છે. જો કે આજે રાજીવ ગાંધી ભવન પર માત્ર અભિવાદન કાર્યક્રમ યોજાશે. આ પહેલા ગાંધી આશ્રમમાં પુષ્પાજલિ બાદ આશ્રમથી કાર્યલય સુધીની પદયાત્રા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા નેતા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
જકીય સફર પર નજર
શક્તિસિંહની રાજવીથી રાજકીય સફરની વાત કરીએ તો ભાવનગરના લીમડાના રાજવી પરિવારના સભ્ય છે... બીએસસી અને LLM અને પત્રકારત્વમાં ડિપ્લોમાં સુધીનો અભ્યાસ કર્યો છે... 1986માં પ્રથમવાર ભાવનગર યુવા કૉંગ્રેસના પ્રમુખ બન્યા... તો 1989માં ગુજરાત યુવા કૉંગ્રેસના મહાસચિવ રહી ચૂક્યા છે... તો 1990માં ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટીના સભ્ય પણ રહી ચૂક્યા છે... 1990માં ભાવનગર દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય બન્યા.. ગુજરાત સરકારમાં બે વખત મંત્રી રહી ચૂક્યા છે... તો વિધાનસભામાં વિપક્ષી નેતાનું પદ પણ શોભાવી ચૂક્યા છે... 2014માં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા બનાવાયા... 2018માં બિહારના પ્રભારી બનાવાયા... જ્યારે 2020માં રાજ્યસભાના સાંસદ બન્યા... આ ઉપરાંત ઈન્ફોર્મેશન ટેકનોલોજી કમિટી, ડિફેન્સની કન્સલટીવ કમિટી, પબ્લિક એકાઉન્ટ કમિટીના મેમ્બર રહી ચૂક્યા છે.
ગુજરાત કોંગ્રેસમાં આ નવા ફેરફાર પક્ષમાં નવા પ્રાણ ફૂંકે તેવી અપેક્ષા સેવાઇ રહી છે. આ ઉજવણી ગુજરાત કૉંગ્રેસને મળેલી નવી શક્તિની હોય તેવો જોશ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે... ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલનું નામ આવતા જ ભાવનગર કોંગ્રેસમાં ખુશીની લહર છવાઇ ગઇ હતી. કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ભાવનગરના ઘોઘા ગેટ ચોકમાં કૉંગ્રેસે આતશબાજી અને મીઠાઈ વહેંચી ખુશી વ્યકત કરી હતી.આજે મોટી સંખ્યામાં ભાવનગરના કોંગ્રેસના કાર્યકરો પણ પદયાત્રામાં જોડાયા હતા અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ માટે તેમને શુભ કામના પાઠવી હતી.