કોરોનાની સારવારમાં અપાતી આ દવા દર્દી માટે જોખમી, રોગપ્રતિકારક શક્તિ ઘટે છે અને ડાયાબિટસ થવાની શક્યતા વધે છે
અમુક સમયે હોમ ક્વોરોનટાઈન થયેલા દર્દીઓ પોતાની રીતેન દવાઓ લેતા હોય છે જેમા તેઓ સ્ટેરોઈડ પણ જાણે અજાણે લઈ લે છે જે ખુબ ગંભીર પરિણામ આપે છે.
કોરોનાના બદલાતા લક્ષણોના કારણે દવાઓના ડોઝ બદલાઈ રહ્યા છે અને સ્ટેરોઈડ પણ આપવામાં આવી રહ્યા છે. જોકે આ સ્ટેરોઈડની સારી અસર સામે એટલી જ આડ અસર પણ સામે આવે છે. જેના કારણે ઘણી વખત કોરોનાની સારવાર લઈ રહેલા ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે. તબીબોનું માનીએ તો જે લોકોને ડાયાબિટીસ નથી હોતા તેવા લોકોને કોરોના પોઝિટીવ થયા બાદ સ્ટેરોઈડ આપવાના કારણે ડાયાબિટીસ આવવા લાગે છે.
ડાયાબિટીસ વધવાના કારણે કોમ્પલિકેશન વધી જાય છે છે અને દર્દીને આઈસીયુમાં દાખલ કરવો પડે તેવી પરિસ્થિતિ સામે આવે છે. સ્ટેરોઈડ કોરોનામાં ઘણા સારા પરિણામ આપે છે પણ સાથે જ તેની આડઅસર પણ એટલીજ છે. મુખ્ય વાત છે કે જે લોકોને ડાયાબીટીસ નથી હોતુ તેવા લોકોને કોરોના પોઝીટીવ થયા બાદ સ્ટેરોઈડ આપવાના કારણે ડાયાબીટીસ આવવા લાગે છે. સાથે જેમ જેમ ડાયાબીટીસ વધવાના કારણે કોમ્પલીશન વધી જાય છે. દર્દીને આસીયુમાં દાખલ કરવો પડે તેવી પરિસ્થિતિ સામે આવે છે.
મુખ્યત્વે કોરોના કારણે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને સ્ટેરોઈડના કારણે પણ રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થાય છે સાથે સ્ટેરોઈડ આપવાથી સુગર લેવલ અપ આવે છે અને તે બીજા રોગને શરીરમાં નોતરે છે જેમા હાલ મ્યુકર વધારે વકરી રહ્યો છે ત્યારે સ્ટેરોઈડનો ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાત્ર આવી છે તે પ્રમાણેજ તેનો વપરાશ કરવા જોઈએ.
જેમા દર્દીના વજન પ્રમાણે સ્ટેરોઈડ આપવુ જોઈએ. સાથે જ્યારે દર્દી કોરોનાની સારવાર માટે દાખલ થાય તો ડોયાબીટીસનો રીપોર્ટ કરાવીને જ પછી સ્ટેરોઈડ આપવુ જોઈએ.
અમુક સમયે હોમ ક્વોરોનટાઈન થયેલા દર્દીઓ પોતાની રીતેન દવાઓ લેતા હોય છે જેમા તેઓ સ્ટેરોઈડ પણ જાણે અજાણે લઈ લે છે જે ખુબ ગંભીર પરિણામ આપે છે ત્યારે આ પ્રકારે મનફાવે તેમ લોકોએ દવાઓ ન લેવી જોઈ પોતાના રોજીંગા જીવનમાં ટ્રેસ ઓછો લેવો ચિંતામુક્ત વાતાવરણમાં રહેવાનો પ્રયાસ કરવો જોઈએ.
ખરેખર કોરોનામાં સ્ટેરોઈડ કારગારતો છે જ પણ તેની માત્ર અને તેનો ઉપયોગ પણ સાવચેતી પુર્વક ડોકટર્સે કરવો જોઈએ જેથી અન્ય બીમારીઓનુ શરીર ઘર કરે છે.