Surendranagar : યુવક-યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને કરી લીધો આપઘાત, ઘટનાસ્થળેથી મળી આવ્યો પાંચ વર્ષનો બાળક
મુળી તાલુકાના દિગસર ગામ પાસે પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કર્યું છે. બને પ્રેમી પંખીડા એક ન થઈ શકતા સજોડે મોતને વ્હાલું કરી જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
સુરેન્દ્રનગરઃ મુળી તાલુકાના દિગસર ગામ પાસે પ્રેમી પંખીડાએ ટ્રેન નીચે ઝંપલાવી મોતને વ્હાલું કર્યું છે. બને પ્રેમી પંખીડા એક ન થઈ શકતા સજોડે મોતને વ્હાલું કરી જીવન ટૂંકાવ્યું હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ઘટના સ્થળેથી અંદાજે પાંચ વર્ષનો બાળક પણ મળી આવ્યો છે. રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બન્ને મૃતકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
UP Crime News: ઉત્તરપ્રદેશની મિર્ઝાપુર પોલીસ એન્જિનિયર હત્યાકાંડનો ખુલાસો કર્યો છે. પત્નીએ જ પ્રેમી સાથે મળીને એન્જિનિયર પતિની ગોળી મારી હત્યા કરાવી હતી. પોલીસે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી પિસ્ટલ સહિત પ્રેમી અને તેના સાથીની ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે.
શું છે મામલો
સુલતાનપુરના જનપદ બલિયાનો રહેવાસી શનિલેશ સિંહ વારાણસીમાં જીએનડી કંપનીમાં મેંટેનેંસ એન્જિનિયર હતો. તે સેન્ટ્રલ બેંક અંતર્ગત આવતાં રૂપિયા ગણવાના મશીનને રિપેર કરવાનું કામ કરતો હતો. 25 માર્ચે તે મહિહાન વિસ્તારમાં બેંકથી મેંટેંનેસના કામ માટે બીજી બેંકમાં સ્કૂટી પર જતો હતો ત્યારે રસ્તામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
પોલીસે તપાસ દરમિયાન મોટર સાયકલ સવાર બે વ્યક્તિની અટકાયત કરી હતી. વિશાલ રાય અને લવકુશ વર્મા નામના વ્યક્તિએ હત્યામાં સામેલ હોવાની વાત સ્વીકારી હતી. આરોપી વિશાલ રાયે જણાવ્યું કે, તેને એન્જિનિયર શનિલેશ સિંહની પત્ની સાથે છેલ્લા આઠ વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને તેમના ઘરમાં શરીર સુખ માણતા હતા ત્યારે શનિલેષ આવી ગયો હતો. જેને લઈ તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને વિશાલે મિત્ર લવકુશ સાથે મળીને હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો.
રાજસ્થાનના ઉદયપુરમાં યુવતી સાથે સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતા બે મિત્રોમાંથી એકે બીજાની હત્યા કરી નાખી. બંને મિત્રોએ યુવતીને ક્યારેય જોઈ ન હતી, પરંતુ ચેટિંગ વચ્ચે ઝઘડો થયો અને એકે બીજાની છરી વડે હત્યા કરી નાખી. બંને યુવકો મધ્યપ્રદેશના જાવરાના રહેવાસી છે. ઘટના રતલામ જિલ્લાના પીપલોડા પોલીસ સ્ટેશન વિસ્તારની છે.ઉદયપુરની ખુશી નામની યુવતીના પ્રોફાઈલ સાથે સોશિયલ સાઈટ પર ચેટ કરતી વખતે ત્રણેય વચ્ચે મિત્રતા થઈ ગઈ હતી. ઉપરવાડાના રહેવાસી ગોપાલ રાવતે તેના જ મિત્ર લુહારીના રહેવાસી 20 વર્ષીય રાજવીરની હત્યા કરી હોવાનો આરોપ છે. આ હત્યામાં તેનો એક સહયોગી સૂરજ વર્મા પણ સામેલ હોવાનો આરોપ છે. મુખ્ય આરોપી ગોપાલ રાવતની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે ઘાયલ રાજવીરને હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો. પોલીસને હજુ સુધી ખુશી નામની યુવતી મળી નથી.
મળતી માહિતી મુજબ, બંને મિત્રો અને અન્ય એક સાથી બાઇક પર ઉપરવાડા નજીક મેગ્રે ગયા હતા. અહીં વાતચીત દરમિયાન ગોપાલ રાવતે રાજવીરને કહ્યું, 'તે છોકરી મારી મિત્ર છે. તમે તેની સાથે વાત કરવાનું બંધ કરો. તારા કારણે તેણે મારી સાથે ચેટ કરવાનું બંધ કરી દીધું છે
જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને ગોપાલે રાજવીર પર છરીના ઘા માર્યા. આ જોઈને તેની સાથે રહેલો સૂરજ વર્મા ગભરાઈ ગયો. તે રાજવીર સિંહને તાત્કાલિક જાવરા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો. જ્યાંથી તેને ગંભીર હાલતમાં રતલામ જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. ત્યાં સારવાર દરમિયાન રાજવીર સિંહનું મોત થયું હતું. મૃત્યુ પહેલા રાજવીરે પીપલોડા પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હતું કે ગોપાલે એક છોકરી સાથે ચેટિંગ કરવાને કારણે તેના પર હુમલો કર્યો હતો.