વાપીની સેન્ટ મેરી સ્કૂલમાં જયશ્રી રામ બોલતા વિદ્યાર્થીઓ પાસે લેખિતમાં માફી મંગાવી
વાપીના ચાણોદમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલ વિવાદમાં આવી છે. મળતી જાણકારી અનુસાર, વાપીના ચાણોદમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં જયશ્રી રામ બોલવા પર વિદ્યાર્થીઓ પાસે સંચાલકોએ લેખિતમાં માફી લખાવી હતી.
વાપીના ચાણોદમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલ વિવાદમાં આવી છે. મળતી જાણકારી અનુસાર, વાપીના ચાણોદમાં આવેલ સેન્ટ મેરી સ્કૂલમાં જયશ્રી રામ બોલવા પર વિદ્યાર્થીઓ પાસે સંચાલકોએ લેખિતમાં માફી લખાવી હતી. સાથે જ આરોપ લગાવવામાં આવ્યો છે કે જય શ્રી રામ બોલવા પર સ્કૂલ સંચાલકોએ બાળકોને સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી હતી.
ધોરણ 9ના 2 વિદ્યાર્થીઓએ સ્કૂલના કોરિડોરમાં એક બીજાને જયશ્રી રામથી સંબોધન કર્યું હતું. જેથી વિધાર્થીઓ પાસે જય શ્રી રામ બોલવા બદલ લેખિતમાં માફી મંગાવી હતી. જેની જાણ થતાં વાલીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ સ્કૂલમાં પહોંચી રોષ ઉતાર્યો હતો.
જય શ્રી રામ બોલવાના વિવાદ પર સંઘે પણ નિવેદન આપ્યું છે. આરએસએસના સહકાર્યવાહકે કહ્યુ કે જય શ્રી રામ બોલવું આપણો અધિકાર છે. રામનું નામ લેવું ખોટું નથી
ગુજરાત કોંગ્રેસમાં નવાજૂનીનાં એંધાણ
યુપી સહિત પાંચ રાજ્યોમાં કારમી હારના પગલે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ નેતાગીરી દબાણમાં છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પણ નવાજૂનીનાં એંધાણ છે. કોંગ્રેસના 25 જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીનો સમય માગ્યો છે. આ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળીને વાત કરવા માટે પત્ર લખ્યો છે.
આ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળીને પક્ષ અંગેની વાત કરવા માટે સમય માગ્યો છે. કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરા, સી જે ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદંનજી ઠાકોર, રઘુ દેસાઈએ સંયુક્ત પત્ર લખ્યો હોવાનું સ્વીકાર્યું છે.
આ મુદ્દે લલિત કગથરાએ કહ્યું કે, રાહુલ ગાંધી દ્વારકા આવ્યા હતા ત્યારે અમે રાહુલ ગાંધીને રૂબરૂ મળવાના હતા પણ મળી શક્યા નહોતા. તેના કારણે ચર્ચા નહોતી થઈ શકી તેથી 2022ની ચૂંટણીમાં કઈ રીતે કોંગ્રેસમાં રહીને જીતી શકાય તે અંગે ચર્ચા કરવા પત્ર લખ્યો છે. 2017માં પાટીદાર આંદોલનની હવા હતી જેથી કોંગ્રેસને સારી સીટો મળી હતી પણ આ વખતે 2022માં કાંઈ હવા નથી તો કેમ લડવું તે ચર્ચા કરવા પત્ર લખ્યો છે.