(Source: ECI/ABP News/ABP Majha)
Vapi: ઘર કંકાસમાં હત્યા, માતાને ગાળો આપતા મોટાભાઇના માથામાં નાનાભાઇએ પાટલો માર્યો, થયુ મોત
વાપીમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે, અહીં ઘર કંકાસમાં એક ભાઇએ બીજા ભાઇની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે, ઘરમાં ઝઘડો થતાં મોટો ભાઇ માંને ગાળો આપતો હતો
Vapi: વાપીમાંથી એક સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે, અહીં ઘર કંકાસમાં એક ભાઇએ બીજા ભાઇની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે, ઘરમાં ઝઘડો થતાં મોટો ભાઇ માંને ગાળો આપતો હતો, આ કારણોસર નાના ભાઇએ મોટા ભાઇના માથામાં પાટલો મારી દીધો, અને મોટો ભાઇ મોતને ઘાટ ઉતરી ગયો હતો.
માહિતી પ્રમાણે, વાપીના વટારમાં એક ઘરમાં બે સગા ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો, આ બાબતે નાના ભાઇએ મોટા ભાઈની હત્યા કરી નાંખી હતી. મોટો ભાઈ માતાને ગાળો બોલતો હોવાથી બન્ને ભાઈઓ બબાલ થઇ હતી. આ પછી સૂઇ રહેલા મોટાભાઈના માથામાં નાનાભાઈએ બેસવાનો પાટલો મારી દીધો હતા, અને હત્યા કરી નાંખી હતી. આ ઘટનામાં વાપી પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી લીધી છે. ઘર કંકાસમાં બનેલી આ ઘટના બાદ બે પુત્રોમાંથી એકની હત્યા અને એકની ધરપકડથી વિધવા માતાની સ્થિતિ દયનીય થઇ ગઇ હતી.
Crime: ભાઇએ ભાઇની હત્યા કરી, જુની અદાવત રાખીને સૂઇ રહેલા ભાઇને માથામાં માર્યા કૂહાડીના ઘા.....
Crime: છોટાઉદેપુરમાંથી એક હત્યાની સનસનીખેજ ઘટના સામે આવી છે, એક જ પરિવારના બે ભાઇઓનો ઝઘડો હત્યા સુધી પહોંચ્યો છે. એક ભાઇએ બીજા ભાઇને કૂહાડીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે. જોકે, હત્યા બાદ હત્યારો ભાઇ ફરાર થઇ ગયો હતો, હાલમાં પોલીસ તેની શોધખોળ કરી રહી છે.
માહિતી પ્રમાણે, છોટાઉદેપુરમાં ગઇ રાત્રે આ હત્યાની ઘટના ઘટી હતી, એક જ પરિવારમાં રહેતા બે ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો, અંગત અદાવત રાખી એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરી નાંખી હતી. હરિયાભાઈ રાઠવાએ તેના ભાઈ કિશન રાઠવાની દીકરી અને જમાઈને ઘર જમાઈ લાવવાના એક પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો, તેના ઇનકાર બાદ ઝઘડો થયો હતો. કિશનભાઈ રાઠવાને આ વાત મનમાં લાગી આવી અને હરિયાભાઈ રાઠવાના કુટુંબનો નાશ કરવાનો પ્લાન બનાવી લીધો હતો. કિશન રાઠવાએ તેના ભત્રીજાને અગાઉ ઝેર પીવડાવવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. જોકે, ગઈકાલે રાત્રીના સમયે ઘરની બહાર સૂઈ રહેલ હરિયાભાઈના માથાના ભાગે કૂહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા બાદ આરોપી ભાઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.