શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Gujarat Election: વિપુલ ચૌધરીએ AAPની ટિકિટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતાં જ ઉત્તર ગુજરાતના રાજકારણમાં હડકંપ

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચોધરીએ વિસનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિપુલ ચોધરીએ વિસનગરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઇ ચૂંટણી લડશે. અર્બુદા સેનાના માહા મંત્રી રાજુ ચોધરીએ આ જાણકારી આપી છે. વિસનગરના ભાજપના ઉમેદવાર ઋષિકેશ પટેલ સામે વિપુલ ચોધરી ઉમેદવારી નોંધાવશે. અર્બુદા સેનાના હોદ્દેદારે સત્તાવાર જાહેરાત કરતા ઉતર ગુજરાતના રાજકારણમાં હલચલ જોવા મળી છે. જ્યારથી વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે ત્યારથી અર્બુદા સેના મેદાનમાં આવી ગઈ છે.

શંકરસિંહ વાઘેલા આ તારીખે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની હાજરીમાં પક્ષમાં જોડાશે

ગુજરાતની રાજનીતિના સમીકરણ બદલાય તેવા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી એન્ટ્રીનો તખ્તો તૈયાર થઈ ગયો છે. 12 તારીખે શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં બાપુ કોંગ્રેસમાં જોડાશે. નોંધનીય છે કે, શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા પહેલાં જ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. શંકરસિંહ વાઘેલાને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી. જો કે હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે તે વાત નક્કી છે.

આ બેઠક પર ઉકળતો ચરુ

 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધામટ ચાલી રહ્યો છે. તો બીજી તરફ બીજેપીએ તેમના ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરતાં જ કેટલીક સીટો પર નારાજગી પણ સામે આવવા લાગી છે. તમને જણાવી દઈએ કે, નાંદોદ વિધાનસભા બેઠક પર ભાજપે ડો દર્શનાબેન દેશમુખનું નામ જાહેર કર્યું છે. જેવું તેમનું નામ સામે આવ્યું કે, નાંદોદ તાલુકાના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.

નાંદોદ ભાજપના કાર્યકર્તાઓએ એકઠા થઇ આ ઉમેદવારનો વિરોધ કર્યો હતો અને હર્ષદ વસાવાને અપક્ષ ઉમેદવારી કરવા આગ્રહ કરવાની વાત કરી હતી. આ માટે કાર્યકર્તાઓ ફંડ પણ ઉઘરાવશે. આવતીકાલે હર્ષદ વસાવા અપક્ષમાંથી ઉમેદવારી કરે તેવી સાંભવના છે. હર્ષદ વસાવા ભાજપના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી શકયતા છે. હર્ષદ વસાવાના સમર્થનમાં ભાજપના હજારો કાર્યકર્તાઓ આવતીકાલે રાજીનામાં આપશે.

બીજેપીએ ટિકિટ કાપતા જ નવાજૂની કરવાના મૂંડમાં મધુ શ્રીવાસ્તવ

આજે બીજેપીએ તેમની પહેલી યાદી જાહેર કરતા જ કેટલાક ઉમેદવારના પત્તા કપાતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આજે જે ઉમેદવારોના પત્તા કપાયા છે તેમાં સૌથી ચર્ચિત ચહેરો મધુ શ્રીવાસ્તવ છે. વાઘોડિયા વિધાનસભામાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું પત્તુ કપાતા તેમણે નારાજગી પણ વ્યક્ત કરી છે.

મળતી માહિતી પ્રમાણે દબંગ ધારાસભ્યને દબંગાઈ ભારે પડી છે. તમને જણાવી દઈએ કે, મધુ શ્રીવાસ્તવ છેલ્લા છ ટર્મથી વાઘોડિયા વિઘાનસભામા ચુંટાતા હતા. છેલ્લા પાંચ વર્ષમા ભ્રષ્ટાચાર, દબંગાઈ, વિવાદિત ટીપ્પણી, રોડ રસ્તા, ગટર, સિંચાઈ સમસ્યા,પિવાના પાણીની સમસ્યાથી પ્રજા જજુમી રહી હતી. કોરોનાકાળ અને પુરની પરિસ્થિતીમાં એકપણ દિવસ પ્રજાની ખબર નહિ લેતા ભારોભાર નારાજગી જોવા મળી હતી.

ઈમાનદાર TDO કાજલ આંબલીયાની બદલી કરાવતા સરપંચો પણ મધુ શ્રીવાસ્તવ વિરુધ્ધ ઊભા થયા હતા. સંગઠને આ વખતે ઊમેદવાર બદલવાની સતત માંગ કરી હતી. જીતવાનો છુ, લડવાનો છુ, ટિકીટ મારી જ પાક્કી છે તેવા નિવેદનો ભારે પડ્યા છે. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ જેવા સામાન્ય કાર્યકર્તાને ટિકીટ આપવામાં આવી છે. જેને લઈને ભાજપના કાર્યકરો અને સંગઠનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મધુ શ્રીવાસ્તવની ટિકિટ કપાતા તેઓ ખીજાયા છે. ભાજપ સામે મોરચો માંડવા માટે સમર્થકોનો સહારો લઈ શકે છે. બે દિવસમા મધુ શ્રીવાસ્તવ નવાજુની કરે તેવા એંઘાણ છે. પક્ષમા છું, પક્ષમાં રહેવાનો છુ તેવુ રટણ રટનાર હવે પાર્ટી સામે થાય તો નવાઈ નહીં. તો બીજી તરફ મઘુ શ્રીવાસ્તવ અપક્ષમાંથી ઊમેદવારી નોંઘાવે તેવા એંઘાણ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Pune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
Embed widget